________________
ભૌગોલિક પરિચય ગણતંત્રીય હતી અને એમને મગધસમ્રાટ સાથે શત્રુતા હતી એટલે તેઓ એમના દુશમનના પ્રદેશમાં ઉપસ્થિત હોવાની કલ્પના કરી ન શકાય. બીજી વાત એ છે કે જે મગધ દેશની પાવા (નગરી) હોય તે મગધરાજ કે જે ભગવાન મહાવીરના પરમ ભક્તોમાંથી એક હતું, તે પરિનિર્વાણના સમયે અવશ્ય ઉપસ્થિત હોય. એના રાજ્યમાં ભગવાનનું પરિનિર્વાણ થયું હોય અને તે ઉપસ્થિત ન હેય, તે કદાપિ સંભવિત નથી. ત્રીજી વાત એ છે કે તે પણ વિચારણીય છે કે રાજા હસ્તિપાલના રાજ્યમાં ભગવાનનું પરિનિર્વાણ થયાને ઉલ્લેખ છે, કે એ વખતે મલ ગણતંત્રને રાજા હતો. મગધમાં હસ્તિપાલનું રાજ્ય હોવાની સંભાવના નથી કેમકે મગધ એકછત્ર શાસકનું રાજ્ય હતું એટલે એની પોતાની રાજધાનીની નજીક બીજો રાજા અને ગણરાજ્યનું તેવું માની શકાય નહીં.
બૌદ્ધ સાહિત્યમાં જે પાવા નગરીને ભગવાન મહાવીરના પરિનિર્વાણનું સ્થાન માનવામાં આવી છે, એને મલ્લની રાજધાની કહેવામાં આવી છે. ઈતિહાસની દૃષ્ટિથી મહાવીર અને બુદ્ધની પૂર્વે ગણતંત્રની સ્થાપના થઈ ગઈ હતી અને બંનેએ પોતાના જીવનને પ્રારંભનો મોટો ભાગ ગણરાજ્યના સંસ્કારોમાં વીતાવ્યું હતું. અને તેઓ એને શાસનને ગ્ય વ્યવસ્થા માનતા હતા. એ સત્ય છે કે જુદાં જુદાં પ્રત્યેક ગણરાજ્યની કાર્યપદ્ધતિમાં યતકિંચિત ફેરફાર હતો, પરંતુ મૂળભૂત સિદ્ધાંત અને કાર્ય–પ્રાણીઓ પરસ્પર સાપેક્ષ હતી. ઉદાહરણાર્થે વૈશાલીમાં ગણતંત્ર હવા છતાં એક પ્રમુખ રાજા હતો. અને ગણતંત્રનું નામ વજીક ગણતંત્ર હતું. આ ગણતંત્રમાં નજીકના ગણતંત્રના પ્રતિનિધિ રહેતા અને એમને મત આપવાનો અધિકાર હતે. પ્રત્યેક નિર્ણય સર્વાનુમતિથી કરવામાં આવતો.
૨. શ્રી વિજેન્દ્રસૂરિ, વિશાલી, પૃ. ૮–૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org