________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલને બીજું, એક મલેનું ગણતંત્ર હતું. તે બે વિભાગમાં વિભક્ત હતું. ઉત્તર-પશ્ચિમની રાજધાની કુશીનારા અને દક્ષિણ-પૂર્વની રાજધાની પાવા હતી. આ મલ ગણતંત્રને વિસ્તાર પૂર્વમાં ગંડક નદી, પશ્ચિમમાં ગેરખપુરથી કંઈક પૂર્વ સુધી, ઉત્તરમાં નેપાલ તથા દક્ષિણમાં ગંગા નદી સુધી હતો. અત્રે સ્થાયી રૂપમાં કઈ પણ રાજા પ્રમુખ બનતે નહીં, પરંતુ ક્રમશઃ બધા ગણરાજા રાજ્ય કરતા હતા. જેનું રાજ્ય હેય તે રાજધાનીમાં રહીને રાજ્ય–વ્યવસ્થા કરતો અને બાકીના વાણિજ્ય-વ્યવસાય આદિ કાર્યોમાં જોડાતા. મલ વ્યાપારી હોવાની સાથોસાથ અત્યંત સાહસી, બલવાન અને યુદ્ધકલામાં નિષ્ણાત હતા. એમની સભ્યતા, રહેણી-કરણી એમના સમયમાં ખૂબ ઊંચી મનાતી હતી.
મલેની પાવા અને કુશીનારા એ બે રાજધાનીમાં કુશીનારાના મહેલ બૌદ્ધ ધર્માવલંબી હતા અને પાવાના મલ ભગવાન મહાવીરના અનુયાયી હતા. બંનેમાં અરસપરસ સ્નેહ હતો અને એકબીજાને સન્માન આપતા હતા. પાવામાં બૌદ્ધ ધર્મને પ્રભાવશાલી બનાવવા માટે તથાગત બુદ્ધ અને સારિપુત્રનું વારંવાર આગમન થતું રહેતું. સારિપુત્રે બૌદ્ધ ધર્મના વિશિષ્ટ સૂત્ર સંગીત પર્યાયને ઉપદેશ પાવામાં રહીને આપ્યા હતા. પાવા જૈનેને માટે જ નહીં પણ બૌદ્ધો માટે પણ પવિત્ર અને આકર્ષણનું કેન્દ્ર છે. લુમ્બીવન, બોધગયા, વૈશાલી, પાવા અને કુશીનારા બૌદ્ધોનાં પવિત્ર બંધસ્થળે મનાય છે.
અધિકાંશ વિદ્વાનોનું એ મંતવ્ય છે કે પાવા વસ્તુતઃ ગંગા નદીની ઉત્તરમાં હતી, પરંતુ એના નિશ્ચિત સ્થાન અંગે મતમતાક્તર છે, તે પણ તેઓ તેને દેવરિયાની આસપાસ હોવાનું જણાવે છે.
મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને રામ-કેલાની પાસે આવેલા ૧. દીઘનિકાય ૩, ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org