________________
ભૌગેલિક પરિચય
પાંચાલ અને ૨. દક્ષિણ પાંચાલ. પાણિનિ અનુસાર-પાંચાલ જનપદ ત્રણ ભાગમાં વિભક્ત હતું- (૧) પૂર્વ પાંચાલ, (૨) અપર પાંચાલ (૩) દક્ષિણ પાંચાલ. મહાભારત અનુસાર ગંગાનદી પાંચાલને દક્ષિણ અને ઉત્તરમાં વિભાજિત કરતી હતી. એટા અને ફરુખાબાદના જિલ્લાએ દક્ષિણ પાંચાલ અન્તગત આવતા હતા. એ પણ જ્ઞાત થાય છે કે ઉત્તર પાંચાલના પણ પૂર્વ અને અપર એના એ વિભાગ હતા. અન્નેને રામગંગા વિભક્ત કરતી હતી. અહિચ્છત્રા નગરી ઉત્તર પાંચાલની તથા કાસ્પિલ્ય દક્ષિણ પાંચાલની રાજધાની હતી.ર
3
કાંપિલ્યપુર ગંગા નદીના કિનારે આવેલું હતું. અત્રે દ્રૌપદીને સ્વયંવર રચવામાં આવ્યેા હતા. ઇન્દ્ર-મહાત્સવ પણ અો ઉલ્લાસથી મનાવવામાં આવતા હતા.
માર્કદી દક્ષિણ પાંચાલની બીજી રાજધાની હતી. તે વ્યાપારનુ મુખ્ય કેન્દ્ર હતું. · સમરાઈચ્ચ કહા ’માં હરિભદ્રસૂરિએ આ નગરીનુ વણુ ન કયુ છે,જ
C
કાન્યકુબ્જ (કન્નેાજ) દક્ષિણ પાંચાલની પૂર્વ બાજુમાં આવેલુ હતુ. એને ઇન્દ્રપુર, ગાધિપુરુ, મહાદય અને કુશસ્થલપ આદિ નામેાથી પણ એળખાવામાં આવે છે. સાતમી શતાબ્દીથી લઈ ને દસમી શતાબ્દીથી સુધી કાન્યકુબ્જ ઉત્તર ભારતના સામ્રાજ્યનું કેન્દ્ર હતું'. યાત્રી હ્યુએનસાંગના સમયે અહી આગળ સમ્રાટ હર્ષવર્ધન રાજા હતા. એ સમયે તે શૂરસેનની અન્તત હતું.
૧. પાણિનિ વ્યાકરણુ ૭, ૩, ૧૩
૨. સ્ટડીઝ ઈન ધી ન્યાત્રાફી એફ એશિયન્ટ એન્ડ મેડિવલ ઇન્ડિયા પૃ. હર ૩. ઔપપાતિક, સૂત્ર ૩૯
૪. સમરાઈચ્ચ કહા, અધ્યાય ૬
૫. અભિધાનચિન્તામણિ ૪, ૩૯-૪૦
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org