________________
૭૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અનુસાર ચંપા પટણાથી પૂમાં (કંઈક દક્ષિણમાં) લગભગ ૧૦૦ કાસ દૂર આવેલુ હતુ. હાલમાં એને ચ'પાનાલા કહેવામાં આવે છે. આ સ્થાન ભાગલપુરથી ૩૦૦ માઈલ દૂર પશ્ચિમમાં છે.
ચંપાની ઉત્તર-પૂર્વમાં પૂર્ણ ભદ્ર નામનું રમણીય ચૈત્ય આવેલુ હતું જ્યાં ભગવાન મહાવીર વિશ્રામ કરતા હતા.
ચંપા એ વખતે વ્યાપારનું પ્રમુખ કેન્દ્ર હતું. અહીં દૂર દૂરથી વેપારીઓ પણ માલ લઈને મિથિલા, અહિચ્છત્રા અને પિઝુંડ ( ચિત્રકેટ અને કલિંગપટ્ટમને એક પ્રદેશ) આદિમાં વ્યાપાર અર્થે જતા હતા. ચંપા અને મિથિલા વચ્ચે સાઠ ચેાજનનું અંતર હતું.
દિ
ચેદિ જનપદ વત્સ જનપદની દક્ષિણમાં, યમુના નદીની નજીકમાં આવેલું છે. એની પૂર્વમાં કાશી, દક્ષિણમાં વિધ્ય પર્વત પશ્ચિમમાં અવન્તી અને ઉત્તરપશ્ચિમમાં મત્સ્ય અને સુરસેન જનપદ આવેલા હતા. મધ્યપ્રદેશને કેટલાક ભાગ અને બુન્દેલખ`ડ કેટલેાક હિસ્સા પ્રસ્તુત જનપદ અન્તગત આવતા હતા. વિભિન્ન કાળામાં એની સીમા પરિવર્તન પામતી રહી છે. ચેતીય જાતક ’ અનુસાર આ જનપદની રાજધાની સાત્થિવતી નગરી હતી. જ મહાભારતની શક્તિમતી નગરી નંદલાલ દેતુ કથન છે કે સેન્થિવતી નગરી જ મહાભારતની શુક્તિમતી નગરી હતી. પાર્ટિજર આ જનપદને ખાંદા'ની સમીપ હાવાનુ જણાવે છે. રાયચૌધરીના પણ આજ મત છે.ક
૮. શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૬૯
૯. (૩) જ્ઞાતૃધર્મ કથા ૮, પૃ. ૯૭, ૯, પૃ. ૧૨૧-૧૫. પૃ. ૧૫૯ (ખ) ઉત્તરાધ્યયન ૨૧, ૨
૧. જ્યેાગ્રફીકલ ડિકક્ષનરી એફ એન્શિયટ એન્ડ મેડિકલ ઇન્ડિયા, પૃ. ૧૯૬ ર. (૩) પેાલિટિકલ હિસ્ટ્રી એફ એન્શિયન્ટ ઇન્ડિયા. પૃ. ૧૨૯ (ખ) સ્ટડીઝ ઈન ઈન્ડિયન એન્ટિકિવરીઝ, પૃ. ૧૨૪ ૩. પાલિટિકલ હિસ્ટ્રી એફ એન્સિયન્ટ ઇન્ડિયા, પૃ. ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org