________________
७४
ભગવાન મહાવીર : એક અનુશીલન
સ્થળે આહારમાં અનેષણ કરી દીધી હતી. સંગમક ૬ મહિના પછી અો પાછો ફર્યો હતે. મુનિશ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે આ ગોકુલ એરિસ્સામાં કે દક્ષિણ કેશલમાં કોઈક જગ્યાએ હેવું જોઈએ.
ગેમ્બરગાંવ ગોબરગાંવ રાજગૃહથી પૃષ્ઠચંપા જવાના રસ્તે આવે છે. ગૌતમરાસા'માં તે મગધદેશમાં હોવાનો ઉલ્લેખ છે. કેટલાય ઉલ્લેખોથી એ જ્ઞાત થાય છે કે એ પૃષ્ઠચંપાની પાસે હતું. એટલે તે બંગભૂમિમાં આવેલું હોવું જોઈએ, એમ પ્રતીત થાય છે. મહાવીરના પ્રમુખ શિષ્ય ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનું આ જન્મસ્થાન હતું.
ગ્રામક સંનિવેશ પ્રસ્તુત સંનિવેશ વૈશાલી અને શાલિશીર્ષ નગરની મધ્યમાં છે. આ સંનિવેશની બહાર વિભેલક ઉઘાન હતું. જ્યાં મહાવીર ધ્યાનમુદ્રામાં ઉભેલા હતા તે વખતે વિભેલક યક્ષે ભગવાનની અર્ચના કરી હતી.
ચંદનપાદપ ઉદ્યાન મૃગગાંવની નજીક જ એ ઉદ્યાન આવેલું હતું. ભગવાન મહાવીરે આ ઉદ્યાનમાં મૃગાપુત્રના પૂર્વભવનું નિરૂપણ કર્યું હતું.
ચંદ્રાવતરણ ચૈત્ય ચંદ્રાવતરણ ચૈત્ય નામના બે ચૈત્ય હતા. એક ઉદંડપુરની નજીક આવેલું હતું અને બીજું કૌશાંબીની બહાર આવેલું હતું. ભગવાન મહાવીર આ બીજા ચૌત્યમાં અનેકવાર પધાર્યા હતા અને યંતી, મૃગાવતી, અંગારવતી આદિ અનેક રાજ-મહિલાઓને શ્રવણુધર્મમાં દીક્ષિત કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org