________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
બમિની ઊષ્મા નષ્ટ થઈ જશે. પછી ક્ષીર–મેઘ વરસશે. જેનાથી પદાર્થોમાં સિનગ્ધતા ઉત્પન્ન થશે. ચે અમૃત–મેઘ વરશે. જેનાથી વિવિધ ગુણવાળી ઔષધિઓ ઉત્પન્ન થશે. પાંચમે રસ–મેઘ વરસશે, જેનાથી પૃથ્વીમાં સરસતા ઉત્પન્ન થશે. આ પાંચે મે નિરન્તર વરસનાર થશે.
વાતાવરણ ફરીથી અનુકૂળ બનશે. માનવ તટ-વિવરમાંથી નીકળી મેદાનમાં આવશે. સમયના પરિવર્તન સાથે એમનામાં ક્રમશઃ બુદ્ધિ પરિષ્કૃત થશે. રૂપ નિખરશે અને આયુષ્યમાં અભિવૃદ્ધિ થશે. દુષમ-સુષમા નામના ત્રીજા આરામાં ગામ, નગર આદિ વસાવવામાં આવશે. આ આરામાં એક પછી એક તીર્થકર થશે, જે આધ્યાત્મિક ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનું મહત્વ સમજાવશે. ઉત્સર્પિણીના ચોથા આરામાં યૌગલિક ધર્મને ઉદય થશે. માનવ યુગલ રૂપમાં જ ઉત્પન્ન થશે અને યુગલરૂપમાં જ કાળ કરી જશે. એમનું શરીર વિરાટ થશે. અને આયુષ્ય પણ એ પ્રમાણે વધશે. કલ્પવૃક્ષેથી એમની ઈચ્છાઓની પૂર્તિ થશે. નિરંતર પ્રત્યેક વસ્તુમાં ઉત્કર્ષ થતું રહેશે. પાંચમા અને છઠ્ઠા આરામાં પણ નિરન્તર ઉત્કર્ષ થશે. આ પ્રમાણે એ ઉત્સર્પિણી કાળ પૂર્ણ થશે. આ અવસર્પિણી અને ઉત્સર્પિણ કાલનું એક ચક્ર થશે. એવાં કાળચક્રો ભૂતકાળમાં અનેક થઈ ગયાં છે અને અનાગતમાં પણ થતાં રહેશે. જે માનવધર્મના મર્મને સમજીને શુદ્ધધર્મની આરાધના કરે છે, તે કાલચકને તેડીને મોક્ષ પ્રાપ્ત કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ભવિષ્યકથન વિવિધ તીર્થકલ્પમાં આચાર્ય જિનપ્રભસૂરિએ લખ્યું છે કે ગણધર ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો–ભગવન, આપના પરિનિર્વાણ પછી પ્રમુખ ઘટનાઓ કઈ કઈ થશે?
ઉત્તરમાં ભગવાને કહ્યું–મારા મોક્ષગમન પછી ત્રણ વર્ષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org