________________
૭૪૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન થઈ શકશે. પરંતુ એનાથી ઊલટું તથાગત બુદ્ધ આનંદને કહ્યું આનંદ, મેં ચાર ઋદ્ધિપાદ સાધ્યા છે. જે હું ઈચ્છું તે કલ્પ–ભર જીવી શકું છું.' | મહાવીરના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીરના પરિનિર્વાણની પછી મોહગ્રસ્ત થઈને શોકસાગરમાં કેટલીક ક્ષણ સુધી ડૂબકી લગાવે છે. મેહ નષ્ટ થઈ જતાં જ તે કેવળી થઈ જાય છે. એના મોહને નષ્ટ કરવાને માટે કેઈ અન્યની પ્રેરણાની આવશ્યક નથી રહેતી, તેઓ સ્વયં જ પ્રબુદ્ધ થાય છે. બુદ્ધનું નિર્વાણ તુરતમાં થવાનું છે, એ જાણીને બુદ્ધના પ્રધાન શિષ્ય આનંદ બુદ્ધના નિર્વાણ પહેલાં જ વિહારમાં એક તરફ જઈ કપિશીર્ષ(ખૂટી) ને પકડીને રડે છે. તથાગતને જ્ઞાત થતાં તેઓ એને પિતાની પાસે બેલાવી ને કહે છે-આનંદ, શોક કર નહીં. મેં કાલે જ કહ્યું હતું કે આનંદ તે દીર્ઘકાલ સુધી તથાગતની સેવા કરી છે. તું કૃત પુણ્ય છે. નિર્વાણ સાધનમાં લાગી જા તુરત જ અનાસ્ત્રવ થા.
આનંદ, હું જીર્ણ, વૃદ્ધ, મહલ્લક, અધ્વગત વય પ્રાપ્ત છું. એંસી વર્ષની મારી અવસ્થા છે. જેવી રીતે જૂના ગાડાને બાંધી– સાંધીને ચલાવવું પડે છે, એવી રીતે હું મારી જાતને ચલાવી રહ્યો છું. હું હવે વધુ દિવસ કેવી રીતે ચાલી શકીશ? એટલે આનંદ આત્મદીપ, આત્મશરણ, અનન્ય શરણ, ધર્મદીપ, ધર્મશરણ, અનન્ય શરણ થઈને વિહાર કરે. ન બુદ્ધના નિર્વાણ પછી કેટલાક સમય પછી આનંદ અહંત થાય છે.'
૫ મહાવીર ચરિયું ૮, પૃ. ૩૩૮ ક દીઘનિકાય, મહાપરિન્વિાણુ સત્તા ૭ ત્રિષષ્ટિ ૧૦, ૧૩, ૨૭૪-૨૮૧ ૮ દીઘનિકાય, મહાનિવ્વાણ સુર ८ अत्तादीपा विहरथ, अत्तसरणा, अनञरणा, धम्मदीवा, धम्मसरणा, अनसरणा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org