________________
ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમણ ભગવાનના બધા ગણધરોમાં સુધર્મા દીર્ઘજીવી હતા. એટલે અન્ય ગણધરોએ પોતપોતાના નિર્વાણ સમયે પિતપોતાના ગણ સુધર્માને સમર્પિત કરી દીધા હતા.૧૧
મહાવીર નિર્વાણના ૧૨ વર્ષ બાદ સુધર્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વીસ વર્ષ પછી સો વર્ષની ઉંમરે માસિક અનશનપૂર્વક રાજગૃહના ગુણશીલ ચિત્યમાં તેઓ નિર્વાણ પામ્યા.૧૨
૬. મંડિક મંડિક મૌર્યસંનિવેશમાં રહેનાર વસિષ્ઠ ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયાદેવી હતું. એમણે ત્રણ પચાસ છાત્રોની સાથે તેપન વર્ષની ઉંમરે પ્રજ્યા લીધી હતી, સડસઠ (૬૭) વર્ષની અવસ્થાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યાસી વર્ષની અવસ્થાએ ગુણશીલ ચિત્યમાં નિર્વાણ પામ્યા.૧૩
૭. મોર્યપુત્ર તેઓ કાશ્યપગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ મૌર્ય અને માતાનું નામ વિજયાદેવી હતું. તે મૌર્ય સંનિવેશના નિવાસી હતા એમણે ત્રણસો પચાસ છાત્રોની સાથે શ્રેપન વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. ઓગણએંસી વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરના અંતિમ વર્ષમાં વ્યાસી (૮૩) વર્ષની ઉંમરે તેઓ માસિક અનશનપૂર્વક રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. ૧૪ ૧૧ (ક) જીવંતે વેવ મg wવહેં નહૈિં અન્ન સુધમલ્સ કળા વિત્તો दीहाउग्गेत्ति णातु ।
કલ્પસૂત્ર-ચૂણિ ૨૦૧ (4) परिरिव्वुया गणहरा जीवंते नाइए नवु जणा उ इदंभूई सुहम्मो अ, रायगिहे निब्वुए वीरे ।
– આવશ્યક નિર્યુક્તિ ગા. ૬૫૮ ૧૨. આવશ્યક નિયુક્તિ ૬૫૫ ૧૩. આવશ્યક નિયુક્તિ ગા. ૬૬૪-૬૬૫ ? (૫૬૦) ૧૪. આવશ્યક નિયંતિ ગા. ૬૪૪-૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org