________________
it
ભગવાન મહાવીર : એક અનુશીલન
વિચરણ કરી એતેર વર્ષની ઉંમરે માસિક અનશન સાથે તે રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા,૨૪
૧૦. મેતાય
તેએ વત્સદેશાન્તગત તુગિકસન્નિવેશના નિવાસી કૌડિન્ય ગેાત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ દન્ત તથા માતાનું નામ વરુણદેવા હતુ. એમણે ત્રણસેા છાત્રોની સાથે છત્રીસ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. દસ વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને સેાળ વર્ષ સુધી કેવલી અવસ્થામાં રહ્યા. ભગવાન મહાવીરના નિર્વાણુ પૂર્વે ચાર વર્ષ પહેલાં ખાસઠ વર્ષની ઉંમરે તેઓ રાજગૃહના ગુણુશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. ૨૫
૧૧. પ્રભાસ
તે
રાજગૃહના નિવાસી, કૌડિન્ય ગેત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ મલ અને માતાનું નામ અતિભદ્રા હતું. સેાળ વર્ષોની અવસ્થાએ શ્રમણ ધમ ને સ્વીકાર કર્યાં. તેએ આઠ વર્ષ સુધી ઘૂમસ્થાવસ્થામાં રહ્યા અને સેાળ વર્ષ સુધી કેવલી અવસ્થામાં રહ્યા. ભગવાન મહાવીરના સર્વાંન જીવનના પચીસમા વર્ષે રાજગૃહમાં માસિક અનશતપૂર્વક ચાલીસ વર્ષની ઉંમરે તેએ નિર્વાણ પામ્યા.૨૬
૨૫. આવ. નિયુક્તિ ગા. ૬૪૫-૫૬ ૨૬. આવશ્યક નિયુક્તિ, ગા, ૬૪૫-૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org