________________
૪૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાને જૈન શ્રમણના વિહારની સીમા આ પ્રમાણે નક્કી કરી હતી. નિગ્રંથ અને નિગ્રંથની સાંકેતના પૂર્વે અંગ, મગધ સુધી દક્ષિણમાં કૌશાંબી સુધી, પશ્ચિમમાં સ્થણ (સ્થાનેશ્વર) સુધી અને ઉત્તરમાં કુણલા (શ્રાવતી જનપદ) સુધી વિહાર કરી શકે છે. એટલાં જ ક્ષેત્ર આર્ય ક્ષેત્ર છે, એનાથી આગળ નહીં. કેમકે એટલાં જ ક્ષેત્રોમાં સાધુઓનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અક્ષણ રહી શકે છે.'
મહાવીર અને બુદ્ધના સમયમાં અધ્યાનું સાકેત નામ વધુ પ્રસિદ્ધ હતું. જુદા જુદા વખતે એના નામમાં પરિવર્તન થતું રહ્યું છે જેમકે કૌશલા, વિનીતા, ઈશ્વાકુભૂમિ, રામપુરી, સાકેત, વિશાખા આદિ.
પ્રાચીનકાલમાં કૌશલદેશ ઉત્તર અને દક્ષિણ એ બન્ને ભાગમાં વિભક્ત હતા. એનું વિભાજન સરયૂ નદી વડે થયું હતું. દક્ષિણ કૌશલની રાજધાની સાકેત હતી. એ સરયૂ નદીના તટ પર વસેલી હતી.
ભગવાન મહાવીરના સમયમાં સાકેતની બહાર ઉત્તરકુરુ નામને બગીચે હતે. અને પાશામૃગ નામક યક્ષનું મંદિર હતું. રાજાનું નામ મિત્રનંદી અને રાણીનું નામ શ્રીકાતા હતું. ભગવાન મહાવીર ત્યાં અનેકવાર પધાર્યા હતા.
વિદ્વાનને મત છે કે ફૈજાબાદથી પૂર્વોત્તર છ માઈલ પર સરયુ નદીના દક્ષિણ તટ પર આવેલ વર્તમાન અધ્યાની નજીક પ્રાચીન સાકેત નગર હતું.
અવંતી અવંતી માળવાની રાજધાની હતી. દક્ષિણપથની એ મુખ્ય નગરી મનાય છે. ભગવાન મહાવીરના સમયે અહીંને રાજા
૧, બહ૯૯૫સૂત્ર ૧,૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org