________________
૬૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન નથી; લછ–આડ એ કુડપુર નથી. અમે કુડપુર વૈશાલીની નજીકમાં જ હતું એ અંગે પ્રસ્તુત ગ્રંથમાં જન્મસ્થાનના પ્રકરણમાં વિસ્તારથી, ચર્ચા કરી છે. એટલે વધુ સ્પષ્ટીકરણ માટે તે સ્થાન જુઓ.
કંડાકસન્નિવેશ આલંબિયાની બહાર ભગવાન મહાવીરે પારણું કર્યું હતું. ત્યાંથી તેઓ કુંડાકસનિવેશ પધાર્યા હતા અને વાસુદેવના આલયમાં ધ્યાનમુદ્રામાં સ્થિર રહ્યા હતા. પ્રસ્તુત સન્નિવેશ કાશીરાષ્ટ્રના પૂર્વ પ્રદેશમાં આલંબિયાની નજીક આવેલું હતું.
કુમારાકસન્નિવેશ આ સન્નિવેશ અંગદેશની પૃષ્ઠચંપા નગરીની સમીપમાં હતો. ભગવાને એની બહાર ચંપરમણીદ્યાનમાં ધ્યાન કર્યું હતું અને
શાલકે અહીંયાં પાપત્ય શ્રમણ સાથે અસભ્યતાપૂર્ણ વાર્તાલાપ કર્યો હતો.
પ્રસ્તુત દેશ પાંચાલની પશ્ચિમમાં અને મત્સ્યની ઉત્તરમાં હતો. પહેલાં એની રાજધાની હસ્તિનાપુર હતી કે જ્યાં ભગવાન શાંતિનાથ આદિ અનેક તીર્થકરેએ જન્મ ધારણ કર્યો હતે. પાંડેએ પછીથી ઈન્દ્રપ્રસ્થને આ દેશની રાજધાની બનાવી હતી.
કુરુ(થાનેશ્વર)નો ઉલ્લેખ મહાભારતમાં પણ આવે છે. અહીંના લોકો પૂર્ણ સ્વસ્થ અને પ્રતિભાસંપન્ન હતા.
વસુદેવ હિંડીમાં એને બ્રહ્મસ્થલ કહ્યું છે. શ્રાવસ્તીની જેમ હસ્તિનાપુર પણ ઉજ્જડ પડયું છે.
કુરૂજાગલ કુરુજગલનું અપર નામ શ્રીકંઠ દેશ હતું. એ દેશ હસ્તિનાપુરથી ઉત્તર-પશ્ચિમમાં હતો. સહારનપુરથી તેત્રીસ માઈલ ઉત્તર૧, વસુદેવ હિડી, પૃ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org