________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પ્રદેશ શ્રાવસ્તીની ઉત્તરપૂર્વમાં નેપાલની તરાઈમાં આવેલ હતું. એની રાજધાની વેતાંબિકા હતી. આ નગરી સંભવતઃ શ્રાવસ્તી અને જિલવરતુની મધ્યમાં નેપાલગંજની પાસે હતી.
વેતાંબિકાનગરી શ્રાવસ્તીથી રાજગૃહ જવાના માર્ગ પર હતી. રાજપ્રશ્રીયમાં એને શ્રાવસ્તીની નજીક બતાવવામાં આવી છે. ફાહિયાન અને બૌદ્ધગ્રંથોમાં પણ એને શ્રાવસ્તીથી નજીક જણાવવામાં આવી છે. કેટલાય આધુનિક વિદ્વાનો સીતામઢને તાંબી માને છે પરંતુ તે અનુચિત છે. કેમકે સીતામઢી શ્રાવસ્તીથી ૨૦ માઈલ દૂર છે. મિ. બેટે બદિનાને પ્રાચીન શ્વેતાંબી નગરી માની છે, જે સહેત–મહેતથી ૩૭ માઈલ દૂર અને બલરામપુરથી ૬ માઈલ પર આવેલી છે.
જૈન ગ્રંથોમાં વેતાંબિકા(સેયવિયા)ને કેજ્યની રાજધાની કહી છે. બૌદ્ધ સાહિત્યમાં એને “સેતલ્યા” કહી છે અને કૌશલ દેશની નગરી જણાવવામાં આવી છે.૪ તાંબિકાથી ગંગા નદી પાર કરીને મહાવીર સુરભિપુર ગયા હતા એ ઉલ્લેખ મળે છે." Aવેતાંબિકાના રાજા પ્રદેશી નિગ્રંથ ધર્મને ઉપાસક હતા. ભગવાન મહાવીરે અનેકવાર આ પ્રદેશને પાવન કર્યો હતે.
કેટિવર્ષ રાઠદેશની કટિવર્ષ રાજધાની હતી. અહીંના રાજા કિરાતરાજે ભગવાન મહાવીર પાસે સાકેત નગરમાં આવીને દીક્ષા લીધી હતી.
કેટિવર્ષમાં કિરાતજાતિનું રાજ્ય હતું. છદ્મસ્થ અવસ્થામાં જ્યારે મહાવીર અહીં વિચારી રહ્યા હતા ત્યારે એ પ્રદેશ અનાર્ય હતો. પણ કિરાતરાજે દીક્ષા લીધા પછી જિન શ્રમણને ત્યાં વિહાર ૩. ડિકશનરી ઓફ પાલી પ્રોપર નેમ્સ, ભાગ ૨, પૃ. ૧૮૭ ૪. દીધનિકાય ૨, પાયાસિસુત્ત, પૃ. ૨૩૬ ૫. (ક) આવશ્યક નિર્યુક્તિ, ૪૬૯-૭૦ (ખ) મહાવીર ચરિયું, પત્ર ૧૭૭-૨ ગુણચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org