________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
કૌશાંબી કૌશાંબી નગરી કાસમ, જિલ્લા અલાહાબાદ) વત્સની રાજધાની હતી. આ નગરીનું વર્ણન રામાયણ અને મહાભારતમાં આવે છે. કહેવાય છે કે ગંગા નદીના પૂરથી હસ્તિનાપુર નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા પછી રાજા પરીક્ષિતના ઉત્તરાધિકારીઓએ કૌશાંબીને રાજધાની બનાવી હતી. અહીંના કુફ્ફટારામ, ઘોષિતારામ અને અંબન આદિને ઉલ્લેખ જૈન અને બૌદ્ધ વાભયમાં અનેક સ્થાને પર જોવા મળે છે.
કનિંઘમના મત પ્રમાણે યમુના નદીના ડાબા તટ પર અલહાબાદથી સીધા રસ્તે ૩૦ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલ “કોસમ” ગામ જ પ્રાચીન કૌશાંબી છે. ૧
ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પ્રમાણે કૌશાંબી અને રાજગૃહની વચ્ચે અઢાર જનનું એક મહા-અરણ્ય હતું. ત્યાં આગળ બલભદ્ર આદિ કક્કડદાસ જાતિના પાંચસો તસ્કર રહેતા હતા. જેમને કપિલ મુનિએ પ્રતિબોધ આપ્યો હતો. ૨
બૃહત્કલ્પમાં શ્રમણ અને શ્રમણીઓના વિહારની જે સીમા નિર્ધારિત કરવામાં આવી છે, એમાં કૌશાંબી દક્ષિણ દિશાની સીમા નક્કી કરનાર નગરી હતી.
કૌશાંબીની આસપાસ જે ખેદકામ થયું છે. અને જે ભગ્નાવશેષ નીકળ્યા છે એના અંગે વિન્સેટ સ્મિથ લખે છે મારું દઢપણે માનવું છે કે અલ્હાબાદ જિલ્લાની અન્તર્ગત કેસમગામમાંથી મળેલ અવશેષમાં અધિકતર જૈનેના છે. કનિંઘમે એને બૌદ્ધ અવશેષ તરીકે સ્વીકાર કર્યો છે, તે બરાબર નથી. નિઃસંદેહ એ સ્થાન જૈનેની પ્રાચીન નગરી કૌશાંબીનું પ્રતિનિધિત્વ કરે છે. ૧. ધી એશિયન્ટ ગ્રાફી ઓફ ઈન્ડિયા, પૃ. ૪૫૪ ૨. ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ, પત્ર ૨૮૮-૨૮૯ ૩. બૃહકલ્પસૂત્ર, ભાગ ૨, પૃ. ૯૧૨, ૪. આવશ્યક ટીકા મલયાગિરિ, પૃ. ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org