________________
ભૌગોલિક પરિચય
૬૫
વારાણસી ગંગા નદીના ઉત્તર કિનારા પર ગંગા અને વરુણાના સંગમસ્થલ પર આવેલું છે.
કાશી, કૌશલ આદિ ૧૮ ગણરાએ વૈશાલીના અધિપતિ ચેટક તરફથી રાજા કૃણિક સાથે યુદ્ધ કર્યું હતું. કાશી અને કૌશલના અઢાર ગણરાજા ભગવાન મહાવીરના પરિનિર્વાણના સમયે
ત્યાં ઉપસ્થિત હતા. કાશીનરેશ શંખે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી.” કાશી ભગનાન પાર્શ્વની જન્મભૂમિ હતી.
કુડપુર બસાઢની નજીક જે વાસકુંડ સ્થાન છે, તે જ પ્રાચીન યુગમાં કુડપુર હતું. એના બે વિભાગ હતા. એક બ્રાહ્મણ કુંડગ્રામ અને બીજું ક્ષત્રિય કુંડગ્રામ. બ્રાહ્મણ કુંડગ્રામમાં બ્રાહ્મણનું પ્રાધાન્ય હતું અને ક્ષત્રિય કુંડગ્રામમાં ક્ષત્રિનું. ભગવાન મહાવીર એકવાર જ્યારે બ્રાહ્મણ કુંડગ્રામમાં પધાર્યા હતા ત્યારે બન્ને કુંડગ્રામેના ભાવુક ભક્તો એમના વંદન અર્થે આવ્યા હતા. એનાથી એ સિદ્ધ થાય છે કે તે બને કુંડગ્રામ આસપાસમાં–નજીક હોવાં જોઈએ. બન્નેની વચ્ચે બહુસાલ નામનું ચૈત્ય હતું.
કુડપુર વૈશાલીની નજીકમાં આવેલું હતું. આજકાલ પરંપરા અનુસાર ભગવાન મહાવીરનું જન્મસ્થાન કયૂલ સ્ટેશનથી પશ્ચિમ તરફ આઠ કેસ પર આવેલ લચ્છ-આડ ગાંવ માને છે એ બરોબર ૮. નિયાવલિકા સૂત્ર-૧. ૯, કલ્પસૂત્ર ૧૦. સ્થાનાંગ ૮, ૬૨૧ ૧૧. (ક) ક૯પસૂત્ર ૧૪૯, પૃ. ૨૧૩
(ખ) સમવાયાંગ ૨૫૦, ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org