________________
ભૌગોલિક પરિચય
પ૭
જબૂચૈત્ય ઉદ્યાન હતું. જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા અને ઉપદેશ આપ્યું હતું. આગમ સાહિત્યમાં જ્યાં આગળ આ નગરને ઉલેખ થયે છે, ત્યાં આગળ એની આગળપાછળ રાજગૃહના સમવસરણની ચર્ચા છે. એટલે સહજ રીતે એમ અનુમાન કરી શકાય કે પ્રસ્તુત નગર મગધમાં જ કઈ જગ્યાએ રહેવું જોઈએ. હાલમાં આ નગરનું શું નામ છે, તે હજી સુધી વિને જ્ઞાત થયું નથી.
રજુવાલિકા ભગવાન મહાવીરને જુવાલિકા નદીના ઉત્તર તટ પર કેવળજ્ઞાન થયું હતું. કેટલાય વિજ્ઞાન એ મત છે કે હજારીબાગ જિલ્લામાં ગિરિડીહની નજીક વહેતી બારીકડ નદી જ તે જુવાલિકા છે. કેટલાય વિસે ભગવાન મહાવીરની કેવલજ્ઞાન ભૂમિ સમેતશિખરની સમીપ હોવાનું જણાવે છે, પરંતુ મુનિ શ્રી કલ્યાણવિજ્યજીને એવો મત છે કે તે સ્થાન ન હોઈ શકે, કેમકે એની પાસે કોઈ નદી નથી અને ન તે જંભિયગાંવ જેવું કઈ ગામ છે. એ સત્ય છે કે સમેતશિખરની પૂર્વ દક્ષિણ દિશામાં દામોદર નદી આજેય વહી રહી છે. પણ જુવાલિકા નદીનું કેઈનામનિશાન નથી. આજ નામની એક નદી ઉત્તર દિશામાં વહે છે, પરંતુ અત્રે એ યાદ રાખવું જોઈએ કે તે જુવાલિકા નદી ન હોઈ શકે કારણકે આજી નામની એક મોટી અને પ્રસિદ્ધ નગરી પ્રાચીન યુગમાં હતી. સ્થાનાંગમાં ગંગાની પાંચ સહાયક નદીઓમાં એકનું નામ “આઇ” પણ મળે છે એટલે આજીને ત્રાજુવાલિકાનું અપભ્રંશ રૂપ માનવું રોગ્ય નથી. ઋજુવાલિકા નદી પછી ભગવાનનું બીજું સમવસર જે ઠેકાણે મધ્ય પાવામાં થયું હતું, તે સ્થાન ત્યાંથી બાર યેાજન દૂર હતું. જ્યારે આ સ્થાન “આઇ” અને દાદર નદીથી ઘણું દૂર છે.
જભિયગાંવ અને જુવાલિકા નદી મધ્યમ પાવાની નજીક હોવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org