________________
ભગવાન મહાવીર : એક અનુશીલને
આલભિકા (આલલિયા) આધુનિક વિદ્વાન “એરવા” જે ઈટાવાથી વીસ માઈલ ઉત્તરપૂર્વ તરફ આવેલું એક પ્રાચીન શહેર છે એને આલભિયા હોવાનું જણાવે છે. પણ આલલિકા હાલનું એરવા નથી કેમ કે તે રાજગૃહથી વારાણસી જવાના માર્ગમાં આવતું હતું. ભગવાન મહાવીર જ્યારે રાજગૃહથી વારાણસી અને વારાણસીથી રાજગૃહ પધાર્યા ત્યારે આલભિકા એમના માર્ગમાં આવ્યું હતું.
ભગવાન મહાવીરના દસ પ્રમુખ શ્રાવકમાંથી પાંચમે શ્રાવક ચુલશતક આ નગરનો રહેવાસી હતો. ઋષિભદ્ર આદિ અનેક ભગવાનના ઉપાસકો અહીં રહેતા હતા. પિગ્નલ પરિવ્રાજકને ભગવાને અહીં જ પિતાનો શિષ્ય બનાવ્યું હતું.
આલંભિકા (આલંભિયા) મુનિ શ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે આલંબિયા અને આલભિયા એ બને એક હતાં અને આ એનાં જ બે નામ હતાં.
ઉવાસગદશાઓના પરિશિષ્ટમાં હાલે આલંબિયાના સ્થાન અંગે વિચાર કરતાં અનેક મતાને ઉલ્લેખ કર્યો છે. (૧) કર્નલ વૂલે એને “રીવા તરીકે ઓળખાવી છે. (૨) ફાહ્યાનની યાત્રાના બીલકૃત અનુવાદમાં (બુદ્ધિસ્ટ રેકાર્ડ ઓફ ધ વેસ્ટર્ન વર્ડ, પૃ. ૧૧૧૧) એ ઉલ્લેખ છે કે કનેજથી અયોધ્યા જતાં ગંગાને પૂર્વ કિનારે ફાહિયાનને એક જગલ મળી આવ્યું હતું. ફાહિયાન લખે છે કે બુદ્ધ અત્રે ઉપદેશ આપ્યો હતો અને પછી અહીં સ્તૂપ બનાવવામાં આવ્યું હતું. - હાલને મત એ છે કે પાલિશબ્દ અલવી અને સંસ્કૃત શબ્દ અટવીને અર્થ પણ જંગલ થાય છે. ૧. ઉપાસકદશાંગ ૫ (૨) ભગવતી ૧૧,૧૧. ૨. વ્યાખ્યાપ્રાપ્તિ ૧૧,૧૨ ૧. શ્રમ ભગવાન મહાવીર પૃ. ૩૫૫ ૨. પૃ. ૫૧-૫૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org