________________
વ્યક્તિ-પરિચય : અભયકુમાર
અભયકુમારની દીક્ષા એકવાર ભગવાન રાજગૃહ પધાર્યા ત્યારે અભયકુમાર વંદના માટે ગયે. પ્રવચન પૂર્ણ થયા પછી એણે ભગવાન સમક્ષ જિજ્ઞાસા પ્રસ્તુત કરી, “ભગવાન, અંતિમ મેક્ષગામી રાજા કેણ થશે ? સમાધાન કરતાં ભગવાને કહ્યું–વીતભયને રાજ ઉદાયન જેણે મારી પાસેથી સંયમધમને સ્વીકાર કર્યો છે, તે અંતિમ મોક્ષગામી રાજા છે.”
અભયકુમારના મનમાં વિચાર આવ્યું કે જો હું રાજા બની સાધુ બનીશ તો મેક્ષમાં નહીં જઈ શકું, એટલે મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ લઉં.
અભયકુમારે રાજા શ્રેણિકને દીક્ષા લેવાની વાત કરી. રાજા શ્રેણિકે કહ્યું–વત્સ દીક્ષા લેવાની ઉંમર તે મારી છે, તું તો રાજા બનીને આનંદ કરીને જ્યારે અભયકુમારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજા શ્રેણિકે કહ્યું–જે દિવસે હું તને ગુસ્સે થઈને કહી દઉં કે દૂર જા મને તારું મેં ન બતાવતે, તે દિવસે તું સાધુ થઈ જજે.”
કેટલાક સમય પછી ભગવાન મહાવીર ફરીથી રાજગૃહે પધાર્યા. કડકડતી ઠંડી પડી રહી હતી. સૂસવાટા મારતી હવા વહેતી હતી. ભગવાન મહાવીરનાં દર્શન કરી પાછા ફરતાં રાજા શ્રેણિક અને ચલણએ નદીના કિનારે એક મુનિને ધ્યાનમુદ્રામાં છે. મહારાણું ચેલણ રાજપ્રાસાદમાં આનંદથી સૂઈ રહી હતી. એને હાથ ઊંઘમાં ઓઢવાના વસ્ત્રની બહાર રહી ગયે હતું, જેથી તે હૂંઠવાઈ ગયે હતે. જેવી તે ઊંઘમાંથી જાગી તેવું જ એને મુનિનું સ્મરણ થયું. એના મેંમાંથી એકાએક શબ્દ નીકળી પડ્યો. “તેઓ શું કરતા હશે?” રાણીના શબ્દોથી રાજાના મનમાં અવિશ્વાસ–શંકા ઊભી કરી દીધી. તે રાતભર વિચાર કરતે કરવટ બદલતો રહ્યો. પ્રાતઃકાલે ભગવાનનાં વંદન માટે ચાલ્યો, તે વખતે જતાં જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org