________________
ચંડપ્રદ્યોત
૩૯ ચંડપ્રઘાતના રાજપુરોહિત હતા. ચંડપ્રોતના આગ્રહથી તેઓ તથાગત બુદ્ધને બોલાવવા ગયા હતા પરંતુ બુદ્ધને ઉપદેશ સાંભળીને તે જ સાધુ થઈ ગયા. બુદ્ધ ઉજજૈની આવ્યા નહીં પરંતુ એમણે મહાકાત્યાયન ભિક્ષુને ઉજજયિની મેકલ્યા. ચંડપ્રદ્યોત એમના ઉપદેશથી બુદ્ધને અનુયાયી બન્યું. પરંતુ એમને બુદ્ધ સાથે કદી પણ પ્રત્યક્ષ પરિચય થયે હોય એ ઘટના-પ્રસંગ બૌદ્ધ સાહિત્યમાં નથી.
એ સ્પષ્ટ છે કે મૂળ આગમ અને ત્રિપિટકમાં ચંડપ્રદ્યોતના ધર્માનુયાયી થવાને ઉલ્લેખ નથી. પછીના, કથા-સાહિત્યમાં જ તે અંગેનું વર્ણન મળે છે. તે ભગવાન મહાવીર યા તથાગત બુદ્ધ એ બન્નેમાંથી કોઈને અનુયાયી હતો? એ પણ સંભવિત છે કે પ્રારંભમાં તે એક ધર્મના અનુયાયી હેય. એ પણ સંભવિત છે કે જૈન અને બૌદ્ધ બને પરંપરાઓ સાથે તે સંકળાયેલે હેય. જે કારણે પછીના સમયના કથાકારોએ એને પોતપોતાને અનુયાયી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હોય.
અમારી દષ્ટિએ એની આઠેય રાણીએ જૈન ધર્મમાં દીક્ષિત થઈ હતી. અને તેઓ લગ્ન પૂર્વે પણ જૈન હતી. એટલે ચંડપ્રોત પછીથી જૈન થયો હોય તે વધુ તર્કસંગત લાગે છે. ૩૭ (ક) અંગુત્તરનિકાય અઠકથા, ૧,૧,૧૦
(ખ) થેરગાથા અઠકથા ભાગ ૧, પૃ. ૪૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org