________________
- ૨૫
વ્યક્તિ-પરિચય : અભયકુમાર તે પૂછજો કે આપે દેવદત્ત માટે દુર્ગતિગામી, નૈરયિક, કલ્પભર નરકવાસી અને અચિકિત્સ વગેરે ભવિષ્યવાણી કેમ કહી છે? તે આપની આ પ્રમાણેની ભવિષ્યવાણીથી ગુસ્સે થયે છે. આ રીતે બને બાજુએથી પ્રશ્ન પૂછવાથી શ્રમણ ગૌતમ ન તે એકી શકશે કે ન તે ગળી શકશે. જેવી રીતે કેઈ પુરુષના ગાળામાં લેઢાને કાંટે ફસાઈ જાય તો તે ન તે એને બહાર કાઢી શકે છે કે ન તો એને ગળી જઈ શકે છે, એવી સ્થિતિ બુદ્ધની થશે.
અભયરાજકુમાર નિગંઠ નાતપુત્તને અભિવાદન કરીને બુદ્ધની પાસે ગયો. અને બુદ્ધિને અભિવાદન કરીને એક બાજુ બેઠે. પરંતુ તે શાસ્ત્રાર્થને સમય ન હતો એટલે અભયે વિચાર્યું, કાલે મારા ઘેર જ શાસ્ત્રાર્થ કરીશ. એણે ચાર માણસો સાથે બુદ્ધને બીજે દિવસે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. બુદ્ધ મૌન સ્વીકૃતિ આપી. ત્યાર પછી તે પિતાના રાજપ્રાસાદમાં ચાલ્યો ગયે.
બીજા દિવસે પૂર્વાહણમાં ચીવર પહેરીને પાત્ર આદિ લઈ બુદ્ધ રાજકુમાર અભયને ત્યાં ગયા. તે પૂર્વે બિછાવેલ આસન પર બેસી ગયા. અભયકુમાર બુદ્ધને પિતાના હાથેથી શ્રેષ્ઠ ભેજન સમર્પિત કર્યું. જ્યારે બુદ્ધ પૂર્ણપણે તૃપ્ત થઈ ગયા ત્યારે અભયકુમાર એક નીચું આસન લઈને એક બાજુ બેસી ગયું અને તેણે શાસ્ત્રાર્થને પ્રારંભ કર્યો. અંતે શું તથાગત એવું વચન બોલી શકે કે જે બીજાને અપ્રિય થાય?
બુદ્ધ-રાજકુમાર ! એ એકાંતરૂપથી ન કહી શકાય.
આ સાંભળીને અભયકુમાર બેલી પડ્યો–ભક્ત ! નિગંઠ નષ્ટ થઈ ગયા.
સાશ્ચર્ય બુદ્ધ પૂછયું-તું શું એવું બોલે છે–ભક્ત નિગંઠ નષ્ટ થઈ ગયા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org