________________
પાવામાં અંતિમ વર્ષાવાસ
૭૪૧
ત્રીસ મુહૂર્ત હોય છે. એમાં સર્વાર્થસિદ્ધ નામનું મુહુત હતું. એ સમયે સ્વાતિ નક્ષત્રની સાથે ચંદ્રને ચેગ હતો.
ગૌતમને કેવલજ્ઞાન
ભગવાન મહાવીરે પરિનિર્વાણના પૂર્વે જ પિતાના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપવા માટે બીજા સ્થાને મોકલી આપ્યા હતા. પિતાના પ્રધાન અંતેવાસી શિષ્યને દૂર મોકલવાનું કારણ એ હતું કે નિર્વાણ સમયે તે અધિક સ્નેહાકુલ ન થઈ જાય. ભગવાનના આદેશાનુસાર એમણે દેવશર્માને પ્રતિબંધ આપે તે પછી તેઓ તરત પાછા ફરવા માગતા હતા પણ રાત્રિ થવાથી પાછા ફરી ન શક્યા. જ્યારે ગૌતમને ભગવાનના પરિનિર્વાણના સમાચાર સાંપડયા ત્યારે તે શ્રદ્ધા-સ્નિગ્ધ હૃદય પર વજાઘાત-જે પ્રહાર થયે. એમની હૃદય-તંત્રીના સુકુમાર તાર ઝણઝણ ઊઠયાભગવન, આપ સર્વજ્ઞ હતા, તે પછી શું ? આપના અંતિમ સમયે મને આપનાથી દૂર કેમ કર્યો ? શું મેં બાલકની માફક અચલ પકડીને આપને ક્યા હેત ? શું મારો સનેહ સાચું ન હતું ? શું હું આપની સાથે થઈ જાત તે ત્યાંનું સ્થાન શકત ? હવે હું કોના ચરણમાં નમસ્કાર કરીશ અને પોતાની મનની શંકાઓનું સાચું સમાધાન કરીશ ? હવે મને કે ગૌતમ-ગૌતમ કહીને બોલાવશે?
ભાવવિવલતામાં વહેતી એવી પિતાની જાતને ગૌતમે સંભાળી
१२ स्वामी तद्दिननया मिन्यां विदित्वा मोक्षमात्मनः ।
दध्यावहो गौतमस्य मयि स्नेहे। निरत्ययः ।। स एव केवलज्ञानप्रत्यूहोऽस्य महात्मनः ।
से छेद्य इति विज्ञाय निजगादेति गौतमम् ॥ 1. देवशर्मा द्विजो ग्रामे परस्मिन्नस्ति स त्वया । बोध प्राप्स्यति तद्धेतोस्तत्र त्वं गच्छ गौतम ॥
-ત્રિષષ્ટિ ૧૦, ૧૩. ૨૧૮-૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
: www.jainelibrary.org