________________
૩.
ભગવાન મહાવાર : એક અનુશીલન
નિયત અંતરે હોય છે. અને તે એકબીજા સાથે સકળાયેલી હોય છે. એવી રીતે આયુષ્ય પણુ એકબીજાના નિયત અંતરે હાય છે. એમાંથી એક જીવ એક સમયમાં એ આયુષ્યના અનુભવ કરે છે— ઈડવિક અને પરવિક. જે સમયે તે આ ભવના આયુષ્યને અનુભવ કરે છે, એ સમયે પરભવિક આયુષ્યના પણ અનુભવ કરે છે.
મહાવીર—જે અન્યતીર્થકો કહે છે તે અસત્ય છે. જેવી રીતે કોઈ જાળ અચૈાન્ય સમુદાયના રૂપમાં રહે છે. એવી રીતે ક્રમથી અનેક જન્મા સાથે સંબંધ કરાવનાર જીવ ઉપરની શૃગલાની કડીની જેમ પરસ્પર ક્રમથી ગૂ‘થાયેલ હાય છે. આમ હોવાથી એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવ કરે છે. જેમ કે—એક જીવ આ ભવના આયુષ્યના અનુભવ કરે છે કે પરભવના આયુષ્યને અનુભવ કરે છે. જે સમયે આ ભવના આયુષ્યના અનુભવ કરે છે તે સમયે તે પરભવના આયુષ્યનેા અનુભવ નથી કરતા. અને જે સમયે તે પરભવના આયુષ્યને અનુભવ કરે છે તે વખતે તે આ પરભવના આયુષ્યને અનુભવ કરતેા નથી. હા, ઇહભવિક અને પરભવિક મન્ને આયુષ્યેા અસ્તિત્વ ધરાવી શકે છે. ૧૭
એકાન્ત દુઃખ અંગે
ગાતમ—ભગવાન, અન્યતીથિકાનું એ મંતવ્ય છે કે પ્રાણભૂત અને સત્ત્વ નામધારી બધા જીવા એકાંત દુઃખને ભાગવે છે. એમનું આ મંતવ્ય શું સત્ય~તથ્યથી યુક્ત છે?
મહાવીર—ના. વાત એવી છે કે જીવ નિત્ય
એકાન્ત દુઃખને કેટલાય જીવો
ભાગવે છે અને કદી કદી સુખને પણ ભાગવે છે. નિત્ય એકાન્ત સુખના અનુભવ કરે છે અને કદી કદી દુઃખના પણ અનુભવ તા કેટલાય છવા અનિયમિતરૂપે સુખ અને દુઃખ ભાગવતા રહે છે.
૧૭. ભગવતી ૫.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org