________________
૨૯૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
તે ગળી ગયે છે? વિવિધ આકાઓએ ત્રિશલાના હૃદયને ઘેરે આઘાત પહોંચાડ્યો. તે રડવા લાગી, કરુણ—કંદન કરવા લાગી, મૂછિત થઈ પડી ગઈ. પરિચારિકાઓએ ઉપચાર કર્યો કંઈક સ્વસ્થ થતાં કહેવા લાગી “રાણજી! તમે કેમ રડે છે? આપનું મુખકમલ કેમ
પ્લાન થઈ ગયું છે? આપનું શરીર તે સ્વસ્થ છે ને? આપનું ગર્ભસ્થ બાલક તે સકુશલ છે ને? ત્રિશલાએ ખૂબ કરુણ સ્વરમાં કહ્યું, “ખબર પડતી નથી કે મારા ગર્ભસ્થ શિશુને શું થઈ ગયું છે? તે હાલતું નથી કે ચાલતું નથી. એનું સ્પંદન પણ બંધ થઈ ગયું છે.” આ સાંભળી બધાં ગભરાઈ ગયાં. કુળની ઘરડી સ્ત્રીઓ શાંતિકર્મ, મંગલ અને ઉપચારના નિમિત્ત માનતાઓ કરવા લાગી ગઈ અને તિને બોલાવી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા લાગી ગઈ. સિદ્ધાર્થે પણ
જ્યારે આ વાત સાંભળી ત્યારે તે ચિંતાતુર બની ગયો. મંત્રી-ગણપણ કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયે. રાજભવનને રંગરાગ બંધ થઈ ગયે.
ભગવાને (ગર્ભસ્થ શિશુએ) અવધિજ્ઞાનથી માતા-પિતા અને પરિજનોને શેકવિહવલ થયેલાં જોયાં. વિચાર્યું–અરે ! આ શું થઈ રહ્યું છે! મેં તો માતા-પિતાને સુખ આપવા માટે આ કાર્ય કર્યું હતું પરંતુ એ તે ઊલટું એમના દુઃખનું કારણ બની ગયું. મેહની ગતિ ખૂબ વિચિત્ર છે. જેવી રીતે દ૬ ધાતુને ગુણ કરવાથી “દેષની નિષ્પત્તિ થાય છે, એવી રીતે મેં જે કાર્ય સુખને માટે કર્યું તેનાથી ઊલટું દુઃખ જ નિષ્પન થયું.૨૦ એમ વિચાર કરીને એમણે ફરીથી પિતાના શરીરને સ્વાભાવિક સ્થિતિમાં સ્પંદનશીલ બનાવી દીધું.
ગર્ભની કુશળતાથી ત્રિશલા આનંદિત થઈ. એને પિતાના પૂર્વ ચિંતન માટે પશ્ચાત્તાપ થયે. તે વિચારવા લાગી કે મેં આવું અમંગલ કેમ વિચાર્યું? ચોકકસપણે મારા ગર્ભનું અપહરણ થયું નથી કે નથી २० किं कुर्मः ? कस्य वा ब्रमो ? मोहस्य गतिरीदृशी ।
दुषेर्धातोरिवास्माकं दोषनिष्पत्तये गुणः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org