________________
૪૮૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કોઈ કઈ વખતે ઈન્દ્રિય-સ્મરણના અસ્તિત્વમાં પણ અન્યમનસ્કને વસ્તુનું જ્ઞાન થતું નથી. એટલે એમ માનવું પડે કે કઈ વસ્તુનું જ્ઞાન ઈન્દ્રિયને પણ થતું નથી. પરંતુ ઈન્દ્રિયભિન્ન અન્ય કોઈને પણ થાય છે. તે જ જ્ઞાતા આત્મા છે. એક
બીજું અનુમાન એ છે કે આત્મા ઈન્દ્રિયોથી અલગ છે. કેમકે તે એક ઈન્દ્રિયથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થને બીજી ઈન્દ્રિયથી પણ ગ્રહણ કરે છે. જેવી રીતે એક ગવાક્ષથી જોવામાં આવેલા ઘટ પદાર્થને દેવદત્ત બીજા ગવાક્ષથી ગ્રહણ કરે છે. એટલે દેવદત્ત બને ગવાક્ષ (બારીઓ)થી અલગ છે. તેવી રીતે આત્મા પણ એક ઈદ્રિયથી ગ્રહણ કરેલી વસ્તુ બીજી ઈન્દ્રિયથી ગ્રહણ કરે છે. એટલે ઈન્દ્રિયેથી અલગ છે. બીજી વાત એ છે કે વસ્તુનું ગ્રહણ એક વરતુથી થાય છે, પણ વિકાર બીજી ઈન્દ્રિયમાં થાય છે. જેમકે નેત્રો વડે આંબલી, લીંબુ વગેરે ખાટા પદાર્થ જોઈએ છીએ. પરંતુ લાલાઅવાદિ વિકાર જીભમાં થાય છે, એટલે એમ માનવું પડે કે આત્મા ઈન્દ્રિયેથી જુદે છે.૪૫
ત્રીજું અનુમાન એ છે કે જીવ ઈદ્રિયથી ભિન્ન છે, કેમકે સર્વ ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ અર્થનું સ્મરણ કરે છે, જેવી રીતે પોતાની ઈચ્છાથી રૂપ આદિ એકએક ગુણના જ્ઞાતા એવા પાંચ પુરુષેથી રૂપ આદિ જ્ઞાનને જાણનારો પુરુષ અલગ છે, તેવી રીતે પાંચેય ઈન્દ્રિયથી ઉપલબ્ધ અર્થને સ્મરણ કરનારે, પાંચ ઈન્દ્રિયોથી અલગ કઈ તત્વ હેવું જોઈએ. તે તત્વ આત્મા છે. જE
આત્માની નિત્યતા આત્મા શરીરથી ભિન્ન છે, એ સિદ્ધ થઈ જવાથી પણ તે
૪૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૫૭-૮ ૪૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૬ ૦ ૪૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org