________________
ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૯૯
ભગવાને એમના મનને સંશય પ્રગટ કરતા કહ્યું- મંડિક ! તારા મનમાં સંશય છે કે બંધ અને મેક્ષ છે કે નહીં? તું વેદ-પદેને અર્થ સમ્યફ રૂપમાં નથી જાણતું, એટલે જ તારા મનમાં આ પ્રકારને સંદેહ છે. હું તારો સંદેહ પૂર્ણપણે દૂર કરીશ.'
મંડિક ! તું એમ વિચારે છે કે જીવન કર્મ સાથે જે સંગ છે તે બંધ છે, તે બંધ સાદિ છે કે અનાદિ છે. જે એને સાદિ માનવામાં આવે તે શું પ્રથમ જીવ અને એના પછી કર્મ ઉત્પન્ન થાય છે? યા પ્રથમ કર્મ અને એના પછી જીવ ઉત્પન્ન થાય છે? યા બંને સાથે જ ઉત્પન્ન થાય છે? આ ત્રણ વિકલ્પમાં નીચે પ્રમાણે દેષ આવે છે ?
(૧) કર્મના પૂર્વે જીવની ઉત્પત્તિ સંભવિત નથી. કેમકે ખરશંગની જેમ એનું કોઈ કારણ દેખાતું નથી. જે જીવની ઉત્પત્તિ નિહેતુક–વિના કારણ માનવામાં આવે તે એને વિનાશ પણ નિહે. તુક માન પડે.
(૨) જીવની પૂર્વે કર્મની ઉત્પત્તિ પણ સંભવિત નથી. કેમકે જીવને કર્મનો કર્તા માનવામાં આવે છે. જે કર્તા જ ન હોય તે કર્મ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? જીવની માફક કર્મની પણ નિહે. તક ઉત્પત્તિ સંભવિત નથી. કમની ઉત્પત્તિ જે કોઈ કારણ વગર થાય છે એમ માનવામાં આવે તે એને વિનાશ પણ નિહેતુક માન પડે એટલે કર્મને જીવથી પહેલા માની શકાય નહીં
(૩) જીવ અને કર્મ બન્નેની જે યુગપત્ ઉત્પત્તિ માનવામાં આવે તે જીવને કર્તા અને કર્મને એનું કાર્ય નહીં કહી શકાય. જેવી રીતે લેકમાં એક સાથે ઉત્પન થનાર ગાયના શીંગડામાંથી એકને કર્તા અને બીજાને કાર્ય કહી શકીએ નહીં, તેવી રીતે એક સાથે ઉત્પન્ન થનાર જીવ અને કર્મમાં કર્તા અને કર્મનો વ્યવહાર કરી શકીએ નહીં.૬૭
૬૭. વિશેષા. ભાષ્ય ૧૮૦૫–૧૮૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org