________________
પર૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વિવિધ દલીલથી ઉત્તર આપીને માતા-પિતાને ખાતરી કરાવી દીધી કે તે ભાવુકતા અને આવેશથી સાધુ બનવા માગતા નથી.
રાજા શ્રેણિકે અંતે પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું-હું જાણું છું કે તું સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયા છે. સંસારનું કઈ પણ આકર્ષણ તને લલચાવી નહીં શકે પણ એક મારી હાર્દિક અભિલાષા છે તે તારે પૂર્ણ કરવી પડશે. મારી હાર્દિક ઈચ્છા એ છે કે ઓછામાં ઓછા એક દિસસ માટે પણ તું મગધને રાજ્યભાર સંભાળ. જે તું મારી વાતને સ્વીકાર કરીશ તે મને અપાર શાંતિ પ્રાપ્ત થશે.
શ્રેણિકના પ્રસ્તાવને મેઘકુમારે સ્વીકાર કર્યો. પ્રસન્નતાની ક્ષણમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યું. સર્વત્ર આનંદને સાગર ઊછળવા લાગ્યું. રાજા શ્રેણિક પ્રસન્ન થયું. એમણે સસ્નેહ પુત્ર પ્રતિ જોઈને કહ્યું-વત્સ! હું હવે તારું શું કાર્ય કરી શકું છું? | મેઘકુમારે સવિનય જણાવ્યું કેપૂજ્ય પિતાશ્રી, જે આપ મારા પર પ્રસન્ન થયા છે તે કુત્રિકાપણથી મને રજોહરણ, પાત્ર આદિ મંગાવી આપે. હવે હું શ્રમણ બનવા માગું છું.” શ્રેણિકે જોયું કે વસ્તુતઃ એને વૈરાગ્ય-રંગ પાકે છે તે કદી પણ ઊડી જાય એમ નથી. એમણે તે જ ક્ષણે રાજકેષમાંથી એક લાખ સુવર્ણ—મુદ્રા આપીને રજોહરણ મંગાવ્યું અને એક લાખ સુવર્ણ-મુદ્રાથી પાત્ર મંગાવ્યું. રાજ્યાભિષેક–મહોત્સવની જેમ દીક્ષા–મહત્સવ પણ ઉત્સાહ સાથે ઊજવવામાં આવ્યું.
દીક્ષાની પ્રથમ રાત દીક્ષાની પ્રથમ રાતે એમને રાત્રિ ભર ઊંઘ ન આવી. મુનિનું જીવન સમતા અને સમાનતાનું જીવન છે. રાજકુમાર અને દરિદ્રકુમારને ત્યાં કઈ ભેદ નથી? સર્વથી નાના હોવાને કારણે મેઘને બધાના છેવટે દ્વારની પાસે સ્થાન મળ્યું. તે રસ્તે જ હતો. બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org