________________
૭૧૬
ભગવાન મહાવીર :એક અનુશીલન
ગૌતમ–આનંદ ! ના.
આનંદ–ભગવન ! તે પછી આપ મને સત્યકથન માટે પ્રાયશ્ચિત કરવાનું કેમ કહી રહ્યા છે ? - આનંદની વાત સાંભળી ગૌતમ અસમંજસમાં પડી ગયા. એમને પિતાની વાત પર શંકા થઈ. તેઓ ત્યાંથી સીધા ભગવાન મહાવીરની પાસે પહોંચી ગયા. ભગવાનને વંદન કરી ગૌતમે અત્યન્ત નમ્રતાપૂર્વક આનંદ સાથેના વાર્તાલાપની ચર્ચા કરતા પૂછયું–ભગવન ! શું ગૃહસ્થને એટલી વિસ્તૃત સીમાવાળું અવધિ જ્ઞાન થઈ શકે? આનંદ કહે છે કે મને એવું અવધિજ્ઞાન થયું છે. મેં એના કથન અંગે અગે પ્રતિવાદક કરતા કહ્યું–આટલું મોટું અવધિજ્ઞાન ગૃહસ્થને થઈ શકે નહીં. આ અસત્ય કથન માટે તારે પ્રાયશ્ચિત કરવું જોઈએ પરંતુ ભગવાન ઊલટું એણે મને પ્રાયશ્ચિત લેવાનું કહ્યું એમાંથી કેણ સાચું
ગૌતમને સંબોધન કરીને ભગવાને કહ્યુ–ગૌતમ, આનંદે જે કહ્યું છે તે સાચું છે. તારે પોતાની વાતને આગ્રહ ન રાખવું જોઈએ. પ્રાયશ્ચિત તારે કરવું પડશે, તે સત્યવક્તા આનંદની અવહેલના કરી છે એટલે તું પાછા ફરીને એના ઘેર જા અને પિતાની ભૂલ માટે ક્ષમા
માગ.?
ગૌતમને પિતની ભૂલનું પરિજ્ઞાન થતા જ તેઓ એ જ સમયે આનંદ ગાથાપતિની પાસે પહોંચ્યા અને પિતના કથન પર પ્રાયશ્ચિત કરી ક્ષમા માગી.
પસ્તુત ઘટનામાં ગૌતમના વ્યક્તિત્વનું એક મહાન રૂપ પ્રકટ થયું છે. વિનમ્રતા, બૌદ્ધિક અનાગ્રહ અને નિરહંકારવૃત્તિ માનવને १. आणदं च समणोवासय ऐवमट्ठ खामेहि ।
-ઉવાસગદશા ૧, ૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org