________________
આનંદને અવધિજ્ઞાન
૭૧૭
સ્વભાવ છે. તે સામાન્યપણે ભૂલને જાણું શકતા નથી. જાણી લેવા છતાં એને સ્વીકાર કરતું નથી. અને મનમાં સ્વીકારી લે તે પણ બીજા સમક્ષ ક્ષમા માગવાનું એને મૃત્યુથી પણ અધિક ભયાનક લાગે છે અને વળી જે કઈ ઉચ્ચ પદ પર હોય અને પિતાનાથી નાનાની પાસે ભૂલ સ્વીકાર કરવાને પ્રસંગ આવે તે એને અપાર વેદનાને અનુભવ થાય છે. પરંતુ ગણધાર ગૌતમને જ્યારે પોતાની ભૂલ સ્વીકારવાને પ્રસંગ આવ્યું ત્યારે તેઓ કઈ પણ પ્રકારની આનાકાની વગર તે જ સમયે ચાલી નીકળ્યા તે એમના મનની કેટલીક મહાનતા છે. અવિનમ્રતા એમના આંતરિક જીવનની પવિત્રતાનું સૂચન કરે છે. તથાગત બૌદ્ધ પણ એકવાર કહ્યું હતું કે નિગ્રંથ એ છે કે જેના મનમાં ગાંઠ હોતી નથી. અને ગાંઠ એનામાં હોતી નથી કે જેનામાં અહંકાર ક્ષીણ થઈ ગયું હોય. પોતાના બે દિવસના ઉપવાસના પારણાની પરવા કર્યા વગર ગૌતમ આનંદ પાસે એની ક્ષમા માગવા ચાલી નીકળ્યા.
કિરાતરાજની દીક્ષા વર્ષાવાસ સમાપ્ત થયા પછી ભગવાને વૈશાલીથી કોશલભૂમિ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોમાં ધર્મોપદેશ આપતા તેઓ સાકેત પધાર્યા. સાકેત કેશલ દેશનું પ્રસિદ્ધ નગર હતું. ત્યાં રહેનાર જિનદેવ શ્રાવક યાત્રા કરતે લેટિવર્ષ નગરમાં પહોંચ્યો. ત્યાં પણ સ્વેચ્છનું રાજ્ય હતું. જિનદેવ “કિરાતરાજ” ને બહુમૂલ્ય રત્ન આદિ ભેટ આપ્યાં.
એ બહુમૂલ્ય રત્નોની ચમક-દમક જોઈને વિસ્મિત થયેલા કિરાતરાજે પૂછયું-“કહે, આ બહુમૂલ્ય રને ક્યાંથી લાવ્યા છે? હું તે આવાં રને પ્રથમવાર જ જોઉં છું ?
જિનદેવ–આ પ્રકારનાં અને આનાથી પણ ચઢિયાતાં રત્ન અમારા દેશમાં થાય છે.
જેને વિસ્મિત
કહો, આ બ
તો આવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org