________________
આનંદને અવધિજ્ઞાન
૭૧૯
એનાં ઈહલેક અને પરલોકનાં બધાં કણે મટી જાય છે. આ રને પ્રભાવ અપરિમિત છે. દ્રવ્યરત્ન કેવલ વર્તમાન ભવમાં જ સુખ આપે છે.
રત્નોનું વિશ્લેષણ સાંભળી કિરાતરાજ અત્યંત પ્રસન્ન થયો. એણે કહ્યું–ભગવદ્ , મને ભાવરત્ન પ્રદાન કરો. ભગવાને એને રજેહરણ, મુખવસ્ત્રિકા વગેરે શ્રમણોપકરણ પ્રદાન કર્યા. એણે તે જ સમયે દીક્ષા ગ્રહણ કરી.૧
ભગવાને સાકેતથી પાંચાલ તરફ પ્રસ્થાન કર્યું. કાંપિલ્યમાં એ રોકાઈને સુરસેન તરફ પધાર્યા મથુરા, શૌર્યપુર, નદીપુત્ર આદિમાં ધર્મપ્રચાર કરી ફરી વિદેહ ભૂમિમાં પધાર્યા અને મિથિલામાં છત્રીસમે વર્ષાવાસ કર્યો.
અન્યતીથિક અને સ્થવિર
વર્ષાવાસ સમાપ્ત થયા પછી ભગવાને મિથિલાથી વિહાર કર્યો અને અનુક્રમે વિહાર કરતા રાજગૃહના ગુણશીલ ઉધાનમાં વિરાજ્યા. ગુણશીલકની સમીપમાં જ અન્યતીથિક રહેતા હતા. ભગવાનનું પાવન-પ્રવચન સાંભળી સભા વિસજિત થઈ. તે વખતે અતીર્થિકો એ સ્થવિર મુનિઓને કહ્યું-આર્ય, આપ ત્રિવિધ અસંયત, અવિરત અને અપ્રતિહત પાપકર્મ કરનાર છે.
સ્થવિર–આર્ય, આપ અમને એવા શા માટે કહે છે? અન્યતીર્થિક–આર્ય, આપ લેકો અદત્ત ગ્રહણ કરે છે, (ક) આવશ્યક ચૂર્ણિ ઉત્તરાદ્ધ પત્ર ૨૩. ૨૦૪ (ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ. ૭૧૫–૭૧૬ (ગ) આવશ્યક નિયુકિત દીપિકા દ્રિ. ભાગ ગાથા ૧૩૦૫, ૫ત્ર ૧૧ (ધ) વિર જિહ્મા, ગિળ રાણપુછા I
–આવ. નિક્તિ ના ૧૩૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org