________________
અન્યતીર્થિક અને સ્થવિર
૭૨૧
અદત્તગ્રાહી સિદ્ધ થતા નથી. પરંતુ આપ સ્વયં અસંયત, અવિરત અને બાલ સિદ્ધ થાય છે.
અન્યતીથિક–અમે અસંયત, અવિરત અને બાલ કેવી રીતે છીએ?
સ્થવિર–એ સ્પષ્ટ છે કે આપ અદત્ત ગ્રહણ કરે છે. આપના મતાનુસાર દીયમાન અદત્ત, પ્રતિગૃહ્યામાણુ અપ્રતિગૃહીત અને નિસમાન અનિરુણ છે. એટલે આ૫ અદત્ત ગ્રહણ કરનારા છે, ત્રિવિધ અસંત, અવિરત અને બાલ છે.
અન્યતીર્થિક–આપ પણ અસંયત, અવિરત અને બાલ છે, કેમકે આપ પૃથ્વીકાય પર આક્રમણ કરે છે. એને ઘસો છે, હો છે, પદાભિઘાત કરે છે અને સ્પર્શ કરે છે. પરિતાપિત કરે છે, કલાન્ત કરે છે.
સ્થવિર–અમે ગમન કરનાર પૃથ્વીના જીવને દબાવતા નથી. હનન કરતા નથી અને મારતા નથી. અમે કેઈ આવશ્યક કાર્ય માટે એક સ્થાનથી બીજા સ્થાને જઈએ છીએ. ત્યારે વિવેકપૂર્વક ચાલીએ છીએ, ન તે અમે પૃથ્વીકાય પર આક્રમણ કરીએ છીએ કે ન તે વિનાશ કરીએ છીએ પરંતુ આપ સ્વયં પૃથ્વી પર આક્રમણ કરે છે, એના જીવને વિનાશ કરે છે એટલે આ૫ અસંયત, અવિરત અને બાલ છો.
અન્યતીર્થિક–આપનું મંતવ્ય એ છે કે ગમ્યમાન અગત, વ્યતિકમ્યમાન અતિક્રાન્ત અને રાજગૃહને સંપ્રાપ્ત થવાને ઇચ્છુક અસંપ્રાપ્ત છે.
સ્થાવિર–અમારે મત એ પ્રમાણેને નથી. અમારા મતમાં ગમ્યમાન ગત, વ્યતિક્રશ્યમાન વ્યતિકાન્ત અને સંપ્રાપ્યમાણ સંપ્રાપ્ત જ માનવામાં આવે છે.
સ્થવિર ભગવંતે આ પ્રમાણે ચર્ચા-વિચારણા કરી, પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org