________________
આનંદને અવધિજ્ઞાન
૭૧૫
ચૈત્યની તરફ પાછા ફરી રહ્યા હતા. તે વખતે રસ્તામાં કેલ્લાગસન્નિવેશ'ની સમીપ એમણે આનંદ શ્રાવકે અનશન ગ્રહણ કર્યાની વાત સાંભળી. ગૌતમના મનમાં વિચાર આબ્યા કે આનંદ શ્રમણે પાસક ભગવાનના પરમ ઉપાસક છે. એણે અનશન વ્રત ગ્રહણ કર્યું છે તે મારે જઈને આનંદની ખખર લેવી જોઈ એ. તેઓ કાલ્લાગસન્નિવેશથી સીધા જ આનંદની પૌષધશાલામાં પહેાંચ્યા.
.
ગૌતમને આવેલા જોઈ ને આનંદ ખૂબ પ્રસન્ન થયા. એણે તે નમસ્કાર કરી વિનયપૂર્વક નિવેદન કર્યું. ભગવન, મારી શારીરિક શક્તિ અત્યધિક ક્ષીણ થઈ ગઈ છે એટલે હું ઊડવાને અસમર્થ છે. કૃપા કરીને અહી' પધારે। જેથી ચરણેામાં નતમસ્તક થઈને વંદન કરી શકું. ગૌતમ આનંદની પાસે ગયા. આનંદે વિધિપૂર્વક વંદન કર્યાં પ્રાસંગિક વાર્તાલાપ પછી આનંદે પૂછ્યું-ભગવાન, શું ઘરમાં રહીને ધર્મનું પાલન કરતા એવા શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે? ગૌતમ—હાં, આનંદ શ્રમણોપાસકને અવધિજ્ઞાન થઈ શકે છે.
આનંદ—ભગવન્ ! મને પણ અવધિજ્ઞાન થયું છે, જેનાથી પૂર્વદક્ષિણ અને પશ્ચિમમાં લવણુસમુદ્રમાં પાંચસા ચાજન, ઉત્તરમાં ક્ષુદ્રહિમવર્ષેધર, ઉપર સૌધર્મકલ્પ અને નીચે લાલચ્ચુઅ નામક નરકાવાસ સુધી રૂપી પદાર્થો જાણુ` અને જોઉ છું. ગૌતમે આનંદના વિશાલ અવધિજ્ઞાનનું વર્ણન સાંભળ્યું તે આશ્ચર્ય થયું. તેએ એલ્યા—આનંદ ! શ્રમણાપાસકને અવધિજ્ઞાન તા થાય છે, પણ આટલી વિસ્તૃત સીમાવાળું અવધિજ્ઞાન થઈ શકતું નથી. તારું કથન ભ્રાન્તિયુક્ત છે. તે સત્ય પ્રતીત થતું નથી એટલે તારે તારી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવું જોઈ એ.
વિનય તેમજ વિસ્મય સાથે આનંદે નિવેદન કર્યું ભગવન, શું જિનશાસનમાં પણ એવું વિધાન છે, કે સત્ય તથ્ય તથા સદ્ભૂત થન માટે પણ પ્રાયશ્ચિત કરવું પડે છે ?
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org