________________
'૬૪૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ગશાલક જિન નહીં ભગવાન મહાવીર મિથિલાને વર્ષાવાસ પૂર્ણ કરી વૈશાલીની નજીકમાં થઈ શ્રાવસ્તી પધાર્યા. ત્યાં તેઓ કાષ્ઠક ચિત્યમાં બિરાજમાન થયા. સંખલિપુત્ર ગોશાલક પણ આ દિવસોમાં શ્રાવસ્તીમાં જ હતા. ગોશાલકના પ્રારંભના જીવનને પરિચય આપણે આગળનાં પાનાંમાં જોઈ ગયા છીએ. ભગવાન મહાવીરથી જુદા પડ્યા પછી ગોશાલક શ્રાવસ્તી અને એની આસપાસના ક્ષેત્રોમાં જ પરિભમ્રણ કર્યા કરતે હતે. શ્રાવસ્તીમાં હાલાહલા કુંભાર અને અર્થપુલ ગાથાપતિ એના પરમ ભક્ત હતા. જયારે પણ ગોશાલક શ્રાવસ્તી આવતા ત્યારે હાલાહલાની ભાડશાલામાં રકાતે. તે પોતે પિતાને તીર્થકર, જિન, કેવળી, સર્વજ્ઞ કહેતે હતે. ગણધર ગૌતમ ભિક્ષાને માટે શ્વાવસ્તીમાં ગયા. એમણે નગરીમાં એવી જનચર્ચા સાંભળી કે શ્રાવસ્તીમાં બે તીર્થંકર વિચરી રહ્યા છે. એક શ્રમણ ભગવાન મહાવીર અને બીજા ગોશાલક, ગૌતમ ભગવાનના ચરણમાં પહોંચ્યા અને આ વિષયમાં સત્ય તથ્ય જાણવા ઈછયું.
ઉત્તરમાં ભગવાન મહાવીરે ગે શાલકનો સંપૂર્ણ પૂર્વ પરિચય આપે અને કહ્યું – “ગૌતમ, ગે શાલક જિન નથી. જિનપ્રલાપી છે.”
આ વાત શ્રાવસ્તીમાં ફેલાઈ ગઈ. સર્વત્ર એક જ ચર્ચા થવા લાગી-ગે શાલક જિન નહીં, પરંતુ જિનપ્રલાપી છે, શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે.૩૩ ' મંખલિપુત્ર ગોશાલકે પણ આ વાત સાંભળી એને ખૂબ ગુસ્સે આવ્યું. તે આતાપના-ભૂમિમાંથી હાલાહલાની કુંભકારાષણમાં આવ્યું અને પિતાના આજીવક સંઘની સાથે અત્યંત અમર્શ સહિત બેઠે.
ગોશાલક અને આનંદ આ સમયે ભગવાન મહાવીરના સ્થવિર શિષ્ય આનંદ ભિક્ષાને
૩૩ ભગવતી શતક ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org