________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
છે. તે તેડી શક્યો નથી. વિશ્વાસ રાખ, તું પણ (એકદમ જલદીથી બંધનથી મુક્ત થઈને) હવે અહીંથી દેહમુક્ત થઈને આપણે બે એક સમાન લક્ષ્ય પર પહેાંચીને ભેદરહિત તુલ્ય રૂપ પ્રાપ્ત કરી લઈશું.
ભક્ત પ્રતિ ભગવાનનું આ આશ્વાસન વસ્તુતઃ એક મોટું આશ્વાસન છે જેને સાંભળી ગૌતમના મનની સમસ્ત ખિન્નતા નષ્ટ થઈ ગઈ હશે. અને અપૂર્વ પ્રસન્નતાથી રોમેરોમ પુલક્તિ થઈ ગયા
વૈદિક સાહિત્યમાં અવલોકન કરવાથી સહજપણે જણાઈ આવે છે કે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. અને તેઓ ભક્તને ફરીથી ભક્ત થવાનું વરદાન આપે છે. જેનાથી ભક્ત ઘણી પ્રસન્નતાને અનુભવ કરે છે. પરંતુ જૈન પરંપરા પુનઃ ભકતને ભકત જ નહીં પરંતુ ભગવાન બનવાનું વરદાન આપે છે. સ્વયં ભગવાને કહ્યું“તું મારા જે સિદ્ધ, બુદ્ધ અને મુકત બનીશ.” આ વરદાન પામીને કયા ભકતને પ્રસન્નતા નહીં થાય.
તત્વજ્ઞ મક્કે
ભગવાન ચંપાથી ફરીથી વિહાર કરતા રાજગૃહ પધાર્યા. તેઓ ગુણશીલ-ચૈત્યમાં બિરાજ્યા. ગુણશીલ-ચૈત્યની સમીપ કાલેદાયી, શૈલેદાયી, શિવાલેદાયી ઉદક, નામદક, અન્નપાલ, શિવાલ, શંખપાલ સુહસ્તી અને ગાથાપતિ અન્યતીર્થિક રહેતા હતા.'
એક દિવસ અન્યતીથિકમાં પંચાસ્તિકાય અંગે પરસ્પર ચર્ચા ચાલી રહી હતી. તેઓ એના પર તર્ક-વિતર્ક કરી રહ્યા હતા. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને રાજગૃહના શ્રદ્ધાળુશ્રાવક “મદ્દ ભગવાનને વંદન કરવા માટે તાપસાશ્રમે પાસે થઈને
૧
ભગવતી ૭. ૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org