________________
તત્વજ્ઞ મુદ્દુક
૭૦૩
તેઓ એમની પાસે આવ્યા અને ત્યા–તમારા ધર્માચાર્ય પંચાસ્તિકાયનુ નિરૂપણ કરે છે, એનું શું રહસ્ય છે? એ રૂપી અને અરૂપી કાર્યો અંગે કેવી રીતે સમજવું જોઈએ?
ગૌતમ–દેવાનુપ્રિયે, અમે અસ્તિત્વમાં નાસ્તિત્વ હેવાનું કહેતા નથી. અને નાસ્તિત્વમાં અસ્તિત્વ હેવાનું કહેતા નથી. અમે અસ્તિને અસ્તિ અને નાસ્તિને નાસ્તિ કહીએ છીએ. આ અંગે આપ સ્વયં ચિંતન કરશે, તે તે અંગેનું રહસ્ય સમજી શકશે.
ગૌતમ આટલું કહી ચાલવા માંડ્યા. કાલેદાયી અન્યતીર્થિક એની પાછળ પડી ગયો. ભગવાને કાલદાયીને સંબોધીને કહ્યુંકાલેદાયી, શું તારા સાથીઓમાં પંચાસ્તિકાર્ય અંગે ચર્ચા ચાલી છે?
કાલેદાયી–હાં, જ્યારથી અમે આપના પંચાસ્તિકાય અંગેના વિચાર સાંભળ્યા છે, ત્યારથી અમે તે અંગે પરસ્પર તર્કવિર્તક કરતા રહીએ છીએ. હે ભગવન , શું અરૂપી અછવકાય, ધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, પર કઈ બેસવા, સૂવા, ઊભા રહેવામાં સમર્થ છે?
મહાવીર–કાલેદાયી, કેવલ એક રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાય પર જ બેસવાની વગેરે ક્રિયા થઈ શકે છે, અન્ય પર નહીં.
કાલેદાયી–પુદ્ગલાસ્તિ કાયમાં જીને દુષ્ટ-વિપાક કર્મ લાગે છે યા જીવાસ્તિકાયમાં?
મહાવીર–પુગલાસ્તિકાયમાં જીવન દુષ્ટ-વિપાકરૂપ પાપ નથી કરવામાં આવતાં. પરંતુ તે જીવાસ્તિકાયમાં જ કરવામાં આવે
છે. પાપ જ નહીં બધા પ્રકારનાં કર્મ જીવાસ્તિકાયમાં થાય છે. જડ રહેવાથી અન્ય કાર્યોમાં કર્મ કરી શક્તા નથી.
ભગવાનના ઉત્તર કાલેદાયી આદિની શંકા દૂર થઈ ગઈ. એણે ભગવાનનાં ચરણેમાં નિગ્રંથ પ્રવચન સાંભળવાની ભાવના વ્યક્ત કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org