________________
પાર્શ્વપત્ય ઉદક પેઢાલ
૭૦૫.
કરું. આર્ય, આ પ્રમાણે પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે. જે આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવે છે તે દુપ્રત્યાખ્યાન કરાવે છે. આ પ્રમાશેનું પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર પિતાની પ્રતિજ્ઞામાં અતિચાર કરે છે. કેમકે સ્થાવર જીવ મરીને ત્રસ રૂપમાં ઉત્પન્ન થાય છે. અને ત્રસ જીવ મરીને સ્થાવર રૂપમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે જે જીવ ત્રસ રૂપમાં અઘાત્ય હતા તે જ સ્થાવર રૂપમાં પણ જન્મ ગ્રહણ કર્યા પછી “ઘાત્ય” થઈ જાય છે. એટલે પ્રત્યાખ્યાન સવિશેષ કરવું અને કરાવવું જોઈએ. રાજાજ્ઞાદિ કારણથી કોઈ ગૃહસ્થ અથવા તે ચેરને બાંધવા અને છોડવા સિવાય હું “ત્રણભૂત” જીવોની હિંસા નહીં કરું. આ પ્રમાણે “ભૂત” એ વિશેષણના સામર્થ્યથી ઉક્ત દેષાપત્તિ નથી થતી. જે ક્રોધ અથવા લોભથી અન્યને નિવિશેષણ પ્રત્યાખ્યાન કરાવે છે, તે પણ ઉચિત નથી. કહે-ગૌતમ, મારી વાત આપને તર્કયુક્ત લાગી ને ?
ગૌતમ-આયુષ્મન ઉદક ! તમારું કથન યુક્તિયુક્ત નથી. . મારી દષ્ટિથી તે આ પ્રમાણે કહેનાર શ્રમણ-બ્રાહ્મણ યથાર્થ ભાષા બેલ નથી. તે અનુતાપિની ભાષા બોલે છે. અને શ્રમણ-બ્રાહ્મણે પર મિયા આપ મૂકે છે. ત્યાં સુધી કે પ્રાણી–વિશેષની હિંસાને ત્યાગ કરનારને પણ દેશી જણાવે છે. કેમકે સંસારી જીવ ત્રસકાયથી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરથી ત્રસમાં. જ્યારે તે ત્રસમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ત્રસ કહેવાય છે. જેણે ત્રસ હિંસાને ત્યાગ કર્યો છે એને માટે તે અઘાત્ય છે, એટલે પ્રત્યાખ્યાનમાં “ભૂત ” વિશેષણ લગાવવાની આવશ્યકતા નથી. - ઉદક—આયુમ્ન ગીતમ, આપ ત્રસને શું અર્થ કરે છે ? ત્રસ–પ્રાણ ત્રસ છે એ અર્થ કરે છે કે બીજે?
ગૌતમ-આયુષ્યન, કે જેને આપ “ત્રસ–ભૂતપ્રાણ” ૩ સૂત્રકૃતાંગ, ૨, ૭, ૭ર નાલંદીયાધ્યાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org