________________
૭૧૨
ભગવાન મહાવીર : એક અનુશીલન અંતે નિર્ગથ ઉદક પિઢાલે ચાતુર્યામ પરંપરામાંથી નીકળી પંચમહાવ્રતાત્મક ધર્મ ગ્રહણ કરવાની પિતાની ઈચ્છા ગૌતમ પાસે વ્યક્ત કરી. ગૌતમ એની ઈચ્છાને અનુમોદન આપતા એને પોતાની સાથે ભગવાન મહાવીરની પાસે લઈ ગયા. તેઓ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરી પંચમહાગ્રતિક સપ્રતિક્રમણ ધર્મને સ્વીકાર કરી મહાવીરના શ્રમણસંઘમાં સંમિલિત થયા.
આ વર્ષે જાલિ, મપાલિ આદિ અનેક શ્રમણએ વિપુલાચલ પર અનશન કરીને દેહત્યાગ કર્યો. - આ વર્ષે ભગવાન મહાવીરે પિતાને વર્ષાવાસનાલન્દામાં કર્યો.
સુદર્શન શ્રેષ્ઠીની દીક્ષા
વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાન નાલંદાથી વિહાર કરીને અનેક ક્ષેત્રોને પાવન કરી વૈશાલીની સમીપ આવેલ વાણિજ્યગ્રામ પધાર્યા. આ સમળે વાણિજ્યગ્રામ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. સુદર્શન શેઠ ત્યાંનો મુખ્ય વેપારી હતા. તે ભગવાનના આગમનના સમાચાર સાંભળીને દર્શન કરવા આવ્યું. એણે ભગવાન પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી–“ભગવન, કાળ કેટલા પ્રકારના છે?”
મહાવીર–કાળ ચાર પ્રકારના છેઃ ૧. પ્રમાણકાલ, ૨. યથયુ નિવૃત્તિકાલ, ૩. મરણકાલ અને ૪. અદ્ધાકાલ.
સુદર્શન–ભગવાન, પ્રમાણુકાલ કેટલા પ્રકારના છે? ૯ સૂત્રકૃતાંગ ૨,૭,૮૧ નાલંદીય १ 'प्रमाणकाले'त्ति प्रमीयते-परिच्छिद्यते येन वर्षशतादि तत् प्रमाण स चासो
कालश्चेति प्रमाणकाल: प्रमाण सौ परिच्छेदन वर्षादेस्तत्प्रधानस्तदर्थो वा काल: प्रमाणकाल: अद्धा कालस्य विशेषो दिवसा दिलक्षणः।
–ભગવતીસૂત્ર ૧૧,૧૧, ૪૨૪ વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org