________________
તત્ત્વઝ મદ્દુક
૭૧
જઈ રહ્યો હતે. કાલેદાયી વગેરેએ એને આવતે જોઈને પિતાના સાથીઓને કહ્યું-“જુઓ આ “મદ્દક” અરહતેનો ઉપાસક જઈ રહ્યો છે. એને મહાવીરના સિદ્ધાંતનું સારું જ્ઞાન છે. એટલે પ્રસ્તુત વિષય ગર એને મત પણ જાણું લઈએ.”
તેઓ બધા મદુદુકની પાસે આવ્યા, એમણે મદ્દુકને સંબોધિત કરીને કહ્યું-“તમારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર પંચ અસ્તિ કાનું પ્રતિપાદન કરે છે એમાં એકને જીવ અને ચારને અજીવ કહે છે. એકને રૂપી અને પાંચને અરૂપી જણાવે છે. આ અંગે તમારે શિ મત છે અને અસ્તિકા અંગે તમારી પાસે કયું પ્રમાણ છે?
મક–એનાં કાર્યોથી એનું અનુમાન કરી શકાય છે. સંસારમાં કેટલાક પદાર્થો દશ્ય હોય છે અને કેટલાક અદશ્ય હોય છે જે અનુભવ, અનુમાન અને કાર્યથી જાણું શકાય છે.
અન્યતીર્થિક–મદ્દક, તું કે શ્રમ પાસક છે કે જે પોતાના ધર્માચાર્ય કહેલાં દ્રવ્યને જાણુતે અને દેખતે નથી તે પણ એને કેવી રીતે માને છે.?
મદુદુક–આયુષ્યન, સનસનાતે પવન વાતે હોય છે, શું તમે એના રંગ-રૂપ જોઈ શકો છે?
અન્યતીથિંક–સૂક્ષ્મ હોવાથી હવાનું રૂપ જોઈ શકાતું નથી.
મદ્દુક–ગંધના પરમાણુ જે ધ્રાણેન્દ્રિય વિષય થાય છે શું તમે એના રૂપ-રંગ જોઈ શકો છે?
અન્યતીર્થિક–ના, ગંધના પરમાણુ પણ સૂમ હેવાથી જોઈ શકાતા નથી.
મદુક–અરણિકાષ્ઠમાં અગ્નિ રહે છે, શું તમે બધા અરણિમાં રહેલ અગ્નિના રૂપ-રંગ જોઈ શકો છો ? શું દેવલોકમાં રહેલા રૂપને જોઈ શકો છો, જેને તમે જોઈ શકતા નથી, તે વસ્તુ શું હતી નથી. દૃષ્ટિમાં નહીં આવનારી વસ્તુઓ જે અમાન્ય કરશે તે તમારે એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org