________________
મહાશિલાકંટઠ યુદ્ધ
૬૬૧
વાનને ઉપદેશ સાંભળવા આવી હતી. રાજા શ્રેણિકની કાલી રાણીએ ભગવાનને પૂછયું–ભગવાન, મારે પુત્ર કાલકુમાર વૈશાલીના યુદ્ધમાં ગયેલ છે. એનું શું થયું છે? ભગવાને એના મૃત્યુ અંગેના ખબર આપ્યા. આ પ્રમાણે સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા અને મહાસેનકૃષ્ણા આદિ રાણી
એ પણ પિતપોતાના પુત્રોના સમાચાર પૂછયા. ભગવાને એમના મૃત્યુની ઘટના કહી અને સંસારની અસારતાનો ઉપદેશ આપ્યો. ભગવાનને ઉપદેશ સાંભળી દશ રાણીઓએ એ સમયે દીક્ષા લીધી અને અગિયાર અંગેનું અધ્યયન કર્યું.
એક દિવસ સાધ્વી કાલીએ આર્યા ચંદના પાસે નિવેદન કર્યું -“જે આપ આજ્ઞા આપો તે હું રત્નાવલી તપ કરું.” આર્યા ચંદનાની અનુમતિ પ્રાપ્ત થતાં એમણે રત્નાવલી તપ કર્યું. આ તપમાં એમને કુલે એક વર્ષ, ત્રણ મહિના અને બાવીસ અહોરાત્ર લાગ્યા. એક પરિપાટીમાં કુલ ૩૮૪ દિવસ તપના અને ૮૮ દિવસ પારણુંના થયા.
પ્રથમ પરિપાટી પૂર્ણ થયા પછી એમણે બીજી ત્રણ પરિપાટીએ પૂર્ણ કરી. અને આ પરિપાટીએમાં એમને પાંચ વર્ષ, છ માસ અને અઠ્ઠાવીસ દિવસ લાગ્યા. આ વિકટ તપસ્યાથી એમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું, એમનાં હાડકામાંથી કડકડ અવાજ આવવા લાગ્યું. પિતાનું શરીર લાંબા સમય માટે અનુપયુક્ત સમજીને માસિક સંલેખના કરી સિદ્ધ બન્યાં.૬
મહાસતી સુકાલીએ કનકાવલી તપ કર્યું. એની પરિપાટીમાં એક વર્ષ, પાંચ માસ અને અઢાર દિવસ લાગ્યા. સુકાલીએ ૯ વર્ષો સુધી સંયમ-સાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
સાધ્વી મહાકાલીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. એના એક ૭ અન્નકૃતદશાંગ (એન. વી. વૈદ્ય સંપાદિત) પૂ. ૩૮ ૮ અતકૃદશા વર્ગ ૮ અ. ૧ ૯ એજન વર્ગ ૮, અ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org