________________
ગાંગેય અનગાર
૬૯૧
કહ્યા છે. એમાં સર્વથા અસત્ની ઉત્પત્તિ થતી નથી અને સત નો સર્વથા નાશ પણ થતો નથી.૨
ગાંગેય–ભગવન, આ વસ્તુતત્ત્વ આપ સ્વયં આત્મપ્રત્યક્ષથી જાણે છે યા કોઈ હેતુ પ્રયુક્ત અનુમાનથી જાણે છે અથવા કોઈ આગમના આધારથી?
મહાવીર–ગાંગેય, એ બધું હું સ્વયં જાણું છું. કોઈ અનુમાન અથવા આગમના આધારે હું નથી કહેતે. હું આત્મપ્રકાશથી જાણેલી વાત જ કહું છું.
ગાંગેય–ભગવદ્, અનુમાન અને આગમના આધાર વિના આ વિષય અંગે કેવી રીતે જાણી શકાય?
મહાવીર–ગાંગેય, કેવલી પૂર્વથી જાણે છે. પશ્ચિમથી જાણે છે. ઉત્તર અને દક્ષિણથી પણ જાણે છે. કેવલી પરિમિત જાણે છે અને અપરિમિત પણ જાણે છે, કેવલીનું જ્ઞાન પ્રત્યક્ષ હોવાથી એમાં સર્વ વરતુતત્વ પ્રતિભાસિત થાય છે.
ગાંગેય–ભગવન , નરકમાં નારક, તિર્યંચમાં તિર્યંચ, મનુષ્ય ગતિમાં એ મનુષ્ય અને દેવગતિમાં દેવ સ્વયં ઉત્પન્ન થાય છે? યા કોઈની પ્રેરણાથી? તે પિતાની ગતિઓથી સ્વયં નીકળે છે યા એમને કોઈ બહાર કાઢે છે?
મહાવીર–આર્ય ગાંગેય, બધા જીવ પિતાના શુભાશુભ કર્મ અનુસાર શુભાશુભ ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નીકળે છે. એમાં બીજો કોઈ પ્રેરક હેતે નથી. - આ પ્રમાણે પ્રશ્નોત્તર પછી ગાંગેય અનગારે ભગવાનને યથાર્થ રૂપથી ઓળખ્યા, એને એ પૂર્ણ નિષ્ઠા થઈ ગઈ કે તેઓ સર્વજ્ઞ સર્વદશ છે. ભગવાન મહાવીરને ત્રિપ્રદક્ષિણાપૂર્વક વંદન અને નમસ્કાર કરી તે મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મમાં પ્રવિષ્ટ થયે.
૨. વ્યાખ્યાપ્રાપ્તિ ૯, ૩ર. ૩. ભગવતી ૯, ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org