________________
ગૌતમની જિજ્ઞાસાઓ
૬૯૫ લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, હર્ષ, શક પરેનિન્દા, માયા, મૃષા, મિથ્યાત્વ આદિ દુષ્ટ ભાવોમાં પ્રવૃત્તિ કરનાર પ્રાણુને જીવ જુદે છે અને જીવાત્મા પૃથક છે. એ પ્રમાણે આ દુષ્ટ ભાવેને પરિત્યાગ કરી ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર પ્રાણીને જીવ પણ જુદે છે. જે ઔત્પત્તિકી, પરિણામિકી આદિ બુદ્ધિ યુક્ત છે એને જીવ પૃથક છે. પદાર્થજ્ઞાન, તર્ક, નિશ્ચય અને અવધારણ કરનાર જીવ પૃથક છે અને જીવાત્મા પૃથક છે. જે અજ્ઞાન અને પરાક્રમ કરનાર છે એને જીવ પણ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. ત્યાં સુધી કે નારક, દેવ અને તિર્યંચ જાતીય પશુ-પક્ષી આદિ દેહધારીઓને જીવ પણ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મવાન, કૃષ્ણલેશ્યાદિ લેશ્યવાન, સમ્યગૃષ્ટિ, મિથ્યાદષ્ટિ, દર્શનવાન અને જ્ઞાનવાન આ બધાનો જીવ અન્ય છે.
અન્યતીથિકની પ્રસ્તુત માન્યતા અંગે આપશ્રીનું શું કથન છે?
મહાવીર–અન્યતીથિંકોની એ માન્યતા મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે “જીવ” અને “જીવાત્મા એક જ પદાર્થ છે. જે જીવ છે તે જ જીવાત્મા છે.
છે એના છ લાંચ જાતીય અને છે. જ્ઞાનાવર
કેવલીની ભાષા
ગૌતમ–ભગવન, અન્યતીથિકનું એ મર્તવ્ય છે કે યક્ષાવેશથી પરવશ થઈને કેઈ કેવલી પણ મૃષા અથવા સત્યમૃષા ભાષા બોલે છે. તે કેવી રીતે? શું કેવલી આવી બે પ્રકારની ભાષા બોલે છે?
મહાવીર–અન્યતીથિકનું પ્રસ્તુત કથન મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે ન તે કેવલીને કદી પક્ષાવેશ થાય છે કે ન તો તેઓ કદી પણ મૃષા યા સત્યમૃષા ભાષા બોલે છે, તેઓ અસાવધ, અપીડાકારક સત્ય ભાષા બોલે છે.* ૪ ભગવતી ૧૭,૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org