________________
૬૯૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
અને કેટલાક કલ્પાતીત દેવમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે દર્શનારાધના અને ચારિત્રારાધના અંગે જાણવું જોઈએ.
પુદ્ગલ-પરિણામ ગૌતમ–ભગવન, પુદ્ગલનું પરિણામ કેટલા પ્રકારનું હોય છે?
મહાવીર—તે વર્ણ પરિણામ, ગધપરિણામ, રસપરિણામ, સ્પર્શ પરિણામ, અને સંસ્થાના પરિણામરૂપ તે પાંચ પ્રકારના છે.
ગૌતમ–ભગવન, વર્ણ પરિણામ કેટલા પ્રકારના છે?
મહાવીર–કૃષ્ણ વર્ણ પરિણામ, નીલ વણપરિણામ, લોહિત વર્ણપરિણામ, હરિદ્રા વર્ણ પરિણામ, શુકલ વર્ણ પરિણામ, આ પ્રમાણે ગંધપરિણામ સુરભિગંધ અને દુરભિગંધ રૂપ બે પ્રકારના છે. રસપરિણામ, તિત રસપરિણામ, કટુક રસપરિણામ, કષાય રસપરિણામ, અલ્ફરસ પરિણામ, મધુર રસપરિણામ રૂપ પાંચ પ્રકારના છે. અને સ્પર્શ પરિણામ, કર્કશ, કેમલ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ રૂપ આઠ પ્રકારના છે.
ગૌતમ–ભગવન, સંસ્થાના પરિણામ કેટલા પ્રકારના છે? - મહાવીરપરિમંડન સંસ્થાનપરિણામ, વર્તુલ સંસ્થાના પરિણામ, ત્રય સંસ્થાનપરિણામ, ચતુરસ્ત્ર સંસ્થાનપરિણામ, આયત સંસ્થાનપરિણામ એમ પાંચ પ્રકારના છે.
ગૌતમે પુદ્ગલે અંગે પણ અનેક જિજ્ઞાસાએ પ્રસ્તુત કરી, ભગવાને તે બધીનું કે સમ્યક્ પ્રકારે સમાધાન કર્યું.'
જીવ અને જીવાત્મા
ગૌતમ-ભગવદ્ , અન્યતીથિકનું એમ માનવું છે કે પ્રાણહિંસા, મૃષાવાદ, ચૌર્ય, મિથુન, સંગ્રહેચ્છા, ક્રોધ, માન, માયા, ૨ સમવાયાંગ ૨૨, ૩ ભગવતી સૂત્ર સટીક ૮,૧૦, પત્ર ૭૬૪–૭૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org