________________
૬૮૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પરંતુ પરિવર્તનશીલ ઉપયોગ પર્યાની અપેક્ષા ભૂત, ભવિષ્યત તેમજ વર્તમાનને વિવિધ રૂપધારી પણ છે. ૭
સમિલના અદ્વૈત, દ્વત, નિત્યવાદ અને ક્ષણિકવાદ જેવા ગંભીર પ્રશ્નો જે લાંબા સમય સુધી ચર્ચા કરવા છતાં પણ ઉકેલાઈ ન શકે એવા હતા, તે બધા પ્રશ્નોનું ભગવાને અનેકાન્ત દષ્ટિથી થોડીવારમાં સમાધાન કરી દીધું. એમિલ ભગવાનના તાર્કિક ઉત્તરથી અત્યધિક પ્રસન્ન થયું. એણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને ઉપદેશ સાંભળે અને કહ્યું-“ભગવદ્ , હું શ્રમણ ધર્મને સ્વીકાર કરવાને અસમર્થ છું એટલે શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઈચ્છું છું.'
ભગવાન–જેમ તને સુખ થાય એમ કર.
મિલે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગમાં ગયે. ભગવાને તે ત્રીસ વર્ષાવાસ વાણિજ્યગ્રામમાં જ કર્યો.
અંબડ પરિવ્રાજક વાણિજ્યગ્રામને વર્ષાવાસ પૂર્ણ કરી ભગવાન કેશલ દેશના સાકેત, શ્રાવસ્તી આદિ નગરોને પાવન કરતા પાંચાલની તરફ પધાર્યા અને કમ્પિલપુરની બહાર સહસ્ત્રાભવન ઉદ્યાનમાં વિરાજ્યા. કંપિલપુરમાં અંબડ નામને એક બ્રાહ્મણ પરિવ્રાજક પિતાના સાતસો શિષ્યો સાથે રહેતું હતું. એણે ભગવાનનું ત્યાગ-વૈરાગ્યમય જીવન
જોયું, કેવલ જ્ઞાન, કેવલ દર્શન યુક્ત પ્રવચન સાંભળ્યું એટલે તે પિતાના શિષ્ય સાથે જૈન ધર્મને ઉપાસક થઈ ગયે. પરિવ્રાજક સંપ્રદાયની વેષભૂષા રાખવા છતાં પણ તે જૈન શ્રાવકેને પાળવા ગ્ય વ્રત નિયમનું સમ્યક પ્રકારથી પાલન કરતો હતો.
એક દિવસ ભિક્ષા માટે પરિભ્રમણ કરતા ગણધર ગૌતમે ૧૭ ભગવતી ૧૮, ૧૦,૬૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org