________________
તત્વચર્ચાઓ
૬૭૯
શાલ-મહાશાલની દીક્ષા રાજગૃહને વર્ષાવાસ પૂરો કરીને ભગવાને પૃષ્ઠચંપા તરફ વિહાર કર્યો. ભગવાનનું પાવન પ્રવચન સાંભળી પૃષચંપાના રાજા શાલ અને એમના નાના ભાઈના મનમાં સંસાર પ્રતિ વિરક્તિ ઉત્પન્ન થઈ. શાલે ભગવાનને નમ્રપણે નિવેદન કર્યું–“ભગવન, હું મારા નાના ભાઈ મહાશાલને રાજ્ય અર્પણ કરી, આપના ચરણમાં સંયમને સ્વીકાર કરવા માગું છું.”
ભગવાને કહ્યું–શુભ કાર્યમાં વિલંબ ન કરે.
શાલે પિતાના નાના ભાઈને રાજ્ય સ્વીકારવા કહ્યું, પણ મહાશાલે એને સવિનય અસ્વીકાર કરતાં જણાવ્યું–જે ઉપદેશ આપે સાંભળે છે એ જ ઉપદેશ મેં પણ સાંભળે છે. મને પણ સંસાર તરફ વિરક્તિ થઈ છે. હું પણ મહાવીર પાસે સંયમ લેવા ચાહું છું.” - મહાશાલ સિવાય રાજ્યનો અન્ય કેઈ ઉત્તરાધિકારી ન હોવાથી શાલે પિતાના ભાણેજ ગાગલીને બોલાવી એને પિતાના રાજ્ય પર બેસાડ્યો. પછીથી શાલ અને મહાશાલે ભગવાનના ચરણમાં દીક્ષા લીધી. તેઓએ સ્થવિરોની પાસે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ૧૨ ત્યારબાદ તે બનેને કેવલ જ્ઞાન થયું.
રાજા દશાર્ણભદ્રની દીક્ષા ભગવાન મહાવીર ચંપાથી દશાર્ણપુર પધાર્યા. દશાર્ણપુરનો રાજા દશાર્ણભદ્ર હતો. એને પાંચસે રાણી હતી. અને ખૂબ મોટી સેના હતી. ભેજનથી પરવારી રાજા આમદપ્રમેટમાં તલ્લીન હતું. એટલામાં ઉધાન પાસે આવીને જણાવ્યું–દેવ, ઉદ્યાનમાં તીર્થકર ભગવાન મહાવીર પધાર્યા છે. રાજા આ સમાચાર સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. એ ક્ષણે સિંહાસનની નીચે ઊતરીને માથું નમાવી નમસ્કાર કર્યા. પ્રીતિદાન પેલાને વિદાય કર્યો. રાજા દશાર્ણભદ્રના મનમાં એ અધ્યવસાય થયા. કે કાલે પ્રાતઃકાલમાં ભગવાનને એવી અપૂર્વ સમૃદ્ધિની સાથે વંદના
૧૨. ઉત્તરાધ્યયન સટીક અ૦ ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org