________________
૬૮૨
ભગવાન મહાવીર : એક અનુશીલન પધાર્યા. એ વખતે ચંપાને પ્રસિદ્ધ શ્રમ પાસક કામદેવ ગૃહકાર્યને ભાર પિતાના જયેષ્ઠ પુત્રને સેંપી આધ્યાત્મિક સાધના કરી રહ્યો હતે.
એકવાર કામદેવ રાત્રિના સમયે ધર્મજાગરણ કરી રહ્યો હતો. રાત્રિને ગહન અંધકાર હતા. એક દેવે કામદેવની પરીક્ષા કરવા પિશાચનું રૂપ બનાવ્યું. પછીથી હાથી અને સર્પનું રૂપ બનાવી કામદેવને અનેક કષ્ટ આપ્યાં. પણ કામદેવ સહેજ પણ વિચલિત થયે નહીં. અંતમાં તે એની આધ્યાત્મિક શકિતની સામે હારી ગયે અને કામદેવની દૃઢતાની પ્રશંસા કરતે ચાલ્યા ગયે.
સવારમાં કામદેવને ભગવાન મહાવીર નગર બહાર પધાર્યા છે એવી ખબર મળી. તે ભગવાનને વંદન કરવા ગયે. તેણે ભગવાનને ઉપદેશ સાંભળે.
- પ્રવચન પછી ભગવાને કામદેવને કહ્યું “ગઈ રાતે એક દેવે વિવિધ રૂપ બતાવી તને ધ્યાનભ્રષ્ટ કરવા કશિશ કરી, પણ તે એના પ્રયાસમાં સફળ ન થયે. શું આ મારું કથન સત્ય છે?
કામદેવ–હા, ભગવદ્ આપનું કહેવું સત્ય છે.
ભગવાન મહાવીરે પિતાના શ્રમણ અને શ્રમણીઓને સંબંધિત કરીને કહ્યું-“આર્યો, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શ્રમણોપાસક દેવસબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ઉપસર્ગ સહન કરી શકે છે, તે પછી શ્રમણએ એમાં પાછીપાની કરવી જોઈએ નહી.”
ભગવાનને પ્રસ્તુત ઉપદેશ બધા શ્રમણ અને શ્રમણીઓએ વિનયપૂર્વક સ્વીકાર્યો. ૧૫
સેમિલના પ્રજનેતર દશાણપુરથી ભગવાને વિદેહ તરફ વિહાર કર્યો. અને વાણિજયગાંવ પધાર્યા. ત્યાં આગળ વેદવિજ્ઞ પંડિત સમિલ બ્રાહ્મણ રહેતો ૧૫ ૩૫ાસવંશ અધ્યયન. ૧, પૃ. ૧૯૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org