________________
१७१
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
તે સંપૂર્ણ જમ્બુદ્વીપ તે શું, તિલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર અસુરકુમાર દેવ અને દેવીઓથી ભરાઈ જાય એટલાં રૂપ વિવિત કરી શકે છે.
ગણધર વાયુભૂતિએ અસુરરાજ બલિના અંગે જિજ્ઞાસા પ્રસ્તુત કરી.
ભગવાને કહ્યું–બલિને ભવનવાસી તીસ લાખ, સામાનિક સાઠ હજાર અને શેષ બાકીના ચમરની સમાન છે.
અગ્નિભૂતિએ નાગરાજ અંગે પૃચ્છા કરી. ભગવાને કહ્યું એના ચુમ્માલીસ લાખ ભવનવાસી, છહજાર સામાનિક, તેત્રીસ ત્રાયઅિંશક, ચાર લોકપાલ, છ પટરાણી, વીસ હજાર આત્મરક્ષક છે. જે બાકીના પૂર્વવત્ છે.
આ પ્રમાણે સ્વનિતકુમાર, વ્યન્તરદેવ અને જ્યોતિષ્ક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા. ભગવાને કહ્યું-વ્યન્તરે તથા જ્યોતિષ્કને ત્રાયશ્ચિશક તથા લોકપાલ હતા નથી. એમને ચાર હજાર સામાનિક તથા સેળ હજાર આત્મરક્ષક જ હોય છે. અને ચાર પટરાણુઓ હોય છે.૮ ભગવાન ત્યાંથી વાણિયગાંવ પધાર્યા, અને ત્યાં વર્ષાવાસ કર્યો.
સામાયિકમાં ભાંડ-અભાંડ
વર્ષાવાસ પૂર્ણ થવાથી ભગવાને વિદેહ ભૂમિથી મગધ તરફ પ્રસ્થાન કર્યું અને રાજગૃહના ગુણશીલ મૈત્યમાં પધાર્યા. આ રાજગૃહ નિગ્રંથ સંપ્રદાયનું કેન્દ્ર હતું, વળી તે અન્ય સંપ્રદાયનું પણ કેન્દ્ર હતું. બૌદ્ધ, આજીવક અને અન્યોન્ય સંપ્રદાયને માનનારા શ્રમ તથા ઉપાસકોની ત્યાં વિરાટ સંખ્યા હતી. તેઓ પરસ્પર એકબીજાના મતનું ખંડન અને પરિહાસ કર્યા કરતા હતા.
આજીવકોએ નિગ્રંથ સ્થવિરો પાસે શ્રમણ-સાધના પદ્ધતિને ૮. ભગવતીસૂત્ર ૩, ૧, ૨૭૦–૨૮૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org