________________
તત્ત્વચર્ચામ
૬૭૫
શિવરાજર્ષિ તાપસાશ્રમમાં જઈને લેાઢી, લેાઢાના કડાયાં તથા કિઠિન-સાંકાયિકા લઈને ભગવાન મહાવીરની પાસે સહસ્રામ્ર વનમાં ગયા. ભગવાનને વંદન કરી તેઓ ચેાગ્ય સ્થાન પર બેસી ગયા.
ભગવાન મહાવીરે શિવરાજર્ષિ અને એ વિરાટ પરિષદને ધર્મઉપદેશ આપ્યા. શિવરાજષિએ ભગવાનને વંદન કરી નિવેદન કર્યું– - ભગવાન હું નિગ્રંથ પ્રવચન પર પૂર્ણ શ્રદ્ધા કરું છું મને નિગ્રંથ માર્ગની શિક્ષા પ્રદાન કરે.”
ભગવાને રાજર્ષિને પ્રવજ્યા પ્રદાન કરી તેઓએ સ્થવિર પાસેથી એક દશાંગનો અભ્યાસ કર્યાં, ઉત્કૃષ્ટ તપની સાધના કરી અને અંતે બધાં કર્મોને નષ્ટ કરી મુક્ત થયા.
પોટ્ટિલની દીક્ષા
હસ્તિનાપુરના પેટ્ટિલે પણ ખત્રીસ પત્નીઓનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. તે ઉત્કૃષ્ટ સંયમની સાધના કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. અન્ય અનેક વ્યક્તિઓએ પણ દીક્ષા લીધી.૭
મેાકાનગરીમાં ગણુધારાના પ્રશ્ન
ભગવાન હસ્તિનાપુરથી વિહાર કરી અનુક્રમે મેાકા-નગરી પધાર્યાં અને ત્યાં નંદન ચૈત્યમાં વિરાજ્યા. ગણધર અગ્નિભૂતિએ ભગવાનને પૂછ્યુ—હૈ ભગવાન ! અસુરરાજ ચમરની પાસે કેટલી ઋદ્ધિ, કાંતિ, ખલ, કીર્તિ, સુખ, પ્રભાવ તથા વિપુર્વણા શક્તિ છે ?
ભગવાને કહ્યું—એમની પાસે ૩૪ લાખ ભવનવાસી, ૬૪ હજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયઅિશક દેવ, ૪ લેાકપાલ, પ પટ્ટરાણી, ૭ સેના તથા બે લાખ છપ્પન હજાર આત્મરક્ષકે અને અન્ય નગરવાસી દેવાની ઋદ્ધિ છે. તે એના ઉપર શાસન કરતે તથા ભાગ ભાગવત રહે છે. એને વૈક્રિય શરીર બનાવવામાં વિશેષ અભિરુચિ છે. ૭. અણુત્તરાવવાય (મેાદી સ'પાદિત) પૃ. ૭૦-- ૮૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org