________________
ભગવાન મહાવીર : એક અનુશીલન અઢાર કાશી-કૌશલના રાજાઓને બેલાવ્યા અને એમની સાથે વિચારવિમર્શ કરતાં પૂછ્યું–મારે દેહિત્ર કૃણિક હાર અને હાથી માટે યુદ્ધ કરવા આવી રહ્યો છે. આપણે એમની સાથે યુદ્ધ કરવું છે યા એની સામે આપણી જાતને સમર્પિત કરવી છે?” બધા રાજાઓએ આ અનીતિને પ્રતિકાર કરવાનું કહ્યું, અને તેઓ બધા પિત-પોતાના રાજ્યમાં ગયા અને પિત–પિતાના ત્રણ હજાર હાથી, ત્રણ હજાર અશ્વ ત્રણ હજાર રથ અને ત્રણ કરોડ પદાતિએ લઈને પાછા આવ્યા. રાજા ચેટકની પણ એટલી જ સેના તૈયાર થઈ. પ૭ હજાર હાથી, ૫૭ હજાર અશ્વ, પ૭ હજાર રથ, પ૭ કરોડ પદાતિઓ લઈ ચેટક સંગ્રામ ભૂમિમાં ઉપસ્થિત થયે.
રાજા ચેટક ભગવાન મહાવીરનો પરમ ઉપાસક હતે. એણે શ્રાવકનાં બાર ત્રત ગ્રહણ કરેલાં હતાં, એણે એક વિશેષ નિયમ પણ લીધો હતોઃ “હું એક દિવસમાં એકથી વધુ બાણ ચલાવીશ નહીં.” એનું બાણ કદી પણ નિષ્ફળ જતું નહીં. પ્રથમ દિવસે અજાતશત્રુ કૂણિકના તરફથી કાલકુમાર સેનાપતિ થઈ સામે આવ્યું. એણે ગરુડમૂહની રચના કરી. રાજા ચેટકે શટક-બૃહની રચના કરી. પરસ્પર ભયંકર યુદ્ધ થયું. રાજા ચેટકે અમેઘ બાણને પ્રગ કર્યો. કાલકુમાર જમીન પર ઢળી પડ્ય, એવી રીતે એક એક કરી અન્ય નવ-ભાઈઓએ સેનાપતિના પદને અલંકૃત કર્યું અને રાજા ચેટકના અમેઘ બાણથી માર્યા ગયા.
કાલી આદિ રાણુઓની દીક્ષા
આ વખતે ભગવાન મહાવીર ચંપાનગરી પધાર્યા. પરિષદ ભરાઈ. ભગવાને પ્રવચન કર્યું, રાજપરિવારની મહિલાઓ પણ ભગ
,
चेटकराजस्य तु प्रतिपन्न व्रतत्वेन दिनमध्ये एकमेवशर मुंचति अमोघबाणश्च ।
-નિરિયાવલિકા સટીક, પત્ર ૬-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org