________________
૬૪૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આનંદએવી રીતે તારા ધર્માચાર્ય અને ધર્મગુરુ શ્રમણ જ્ઞાતપુત્રે શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત કરી છે, દેવ અને મનુષ્યાદિમાં એની કીતિપતાકા ફરકી રહી છે, પરંતુ જો તેઓ મારા અંગે કાંઈપણ કહેશે તે હું મારા તપતેજ વડે પેલા વ્યાપારીઓની માફક ભસ્મ કરી નાંખીશ. એક હિતૈષી વ્યક્તિની માફક તેને બચાવી લઈશ. તું તારા ધર્માચાર્યની પાસે જા અને મારી કહેલી વાત એને સંભળાવ.૩૪
ગોશાલકની વાત સાંભળી આનંદ ખૂબ ભયભીત થયા. જલદીથી જઈને ભગવાન મહાવીરને સઘળી વાત કરી. સાથે એમણે એ પણ પૂછયું ભગવાન, શું ગોશાલક આપને ભસ્મ કરી શકે છે?
મહાવીરે આનંદને આશ્વાસન આપતા કહ્યું–ગોશાલક પિતાના તપતેજથી કેઈને પણ એક પ્રહારમાં કૂટાઘાત(ઘણો આઘાત)ની જેમ ભસ્મ કરી શકે છે. પરંતુ અરિહંત ભગવાનને નહીં. એનામાં જેટલું વધુ તપતેજ છે, એનાથી અનગારનું તપતેજ વિશેષ છે, પરંતુ શ્રમણ અનગાર ક્ષમા દ્વારા ક્રોધને નિગ્રહ કરવા સમર્થ છે. અનગારના તપ-તેજથી સ્થવિરનાં તપ-તેજ વિશિષ્ટ છે અને એનાથી અનંત ગણું વધુ અરિહંતનું તપ-તેજ છે. કેમ કે એનામાં ક્ષમાને વિશિષ્ટ ગુણ હોય છે. એને કઈ પણ બાળી શકતું નથી પણ પરિતાપ અવશ્ય આપી શકે છે. એટલે તું જા અને ગૌતમ વગેરે શ્રમણ નિગ્રંથને કહી દે કે ગોશાલક અહીં આવી રહ્યો છે. તે આ વખતે કેષવશ પ્લેચ્છની માફક દુર્ભાવમાં છે એટલે એની વાર્તાને કઈ પણ કંઈ પણ જવાબ ન આપે અને ન તે ધાર્મિક ચર્ચા કરે કે ન તે ધાર્મિક પ્રેરણા આપે.
ગશાલકનું આગમન આનંદ અનગર ગૌતમ વગેરે મુનિવરોને ઉક્ત સૂચના આપી રહ્યા હતા એટલામાં ગોશાલક પિતાના સંઘની સાથે કેઠક ચૈત્યમાં ૩૪. ભગવતી શતક ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org