________________
૬૫૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી સિંહ અનગાર અત્યંત આહલાદિત થયા. તેઓ રેવતીને ત્યાં પહોંચ્યા. મુનિને દૂરથી આવતા જોઈ રેવતી મુનિની સામે સાત-આઠ ડગલાં ગઈ અને સવિનય પૂછયું–પૂજ્યવર ! કઈ વસ્તુની આવશ્યકતા છે?
સિંહ-તારે ત્યાં બે ઔષધિઓ છે. એક ભગવાન મહાવીરને માટે અને બીજી અન્યના ઉદેશ્ય માટે છે. જે બિજેરામાંથી જે ઔષધિ તૈયાર કરી છે એની મને આવશ્યકતા છે. એટલે માટે હું આવ્યું છે. - રેવતીને આશ્ચર્ય થયું કે એમને ઔષધિનિર્માણના ગુપ્ત રહસ્યને કેવી રીતે ખ્યાલ આવી ગયે ? “ક્યા મહાન જ્ઞાનીએ વાત પ્રગટ કરી છે ?”
સિંહ-શ્રમણ ભગવાન મહાવીરે મને આ વાત જણાવી છે અને એમના આદેશથી હું અત્રે આવ્યો છું” રેવતીએ ભાવવિભેર થઈને પેલે બધે બિજોરાપાક એમને વહેરાવી દીધું. એના સેવનથી ભગવાન રોગમુક્ત થઈ ગયા. એમને ચહેરે પૂર્વવત્ ચમકવા લાગ્યું. ભગવાનને પૂર્ણ સ્વસ્થ જોઈને બધાના મનમાં અપૂર્વ પ્રસન્નતા થઈ. ૩૭
રેવતીએ આ પ્રમાણે ઉત્કૃષ્ટ ભાવથી જે દાન આપ્યું, એનાથી એણે સ્વર્ગનું આયુષ્ય બાંધ્યું અને તીર્થકર નામકર્મનું અનુબંધન કર્યું.૮
જમાલિ નિહનવ થયા પહેલા જણાવી ગયા છીએ કે જમાલિ ભગવાનની અનુમતિ ૩૭ ભગવતી શતક ૧૫ ૩૮ (ક) સમવાયાંગ સૂત્ર સટીક, સમ. ૧૫૯ પત્ર ૧૪૩
(ખ) ઠાણાંગ સૂત્ર સટીક, ૯,૩,૬૮૧, ૫ત્ર ૪૫૫-૨ (ગ) પ્રવચન સારોદ્ધાર ગા. ૪૬૬ પત્ર ૧૧૧-૧૨ (ધ) વિવિધ તીર્થક૯૫ (અપાપાબૃહતક૯૫) પૃ. ૪૧ (ડ) સપ્તતિ શતસ્થાન સટીક ગા. ૩૩૭, પત્ર ૮૦ (ચ) લોકપ્રકાશ, ભાગ-૪ સર્ગ ૩૪ ગ્લૅક ૩૭૭-૭૮૫ પત્ર ૫૫૫-૫૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org