________________
૬૪૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેજલેશ્યાને પ્રહાર કર્યો. પણ મહાવીરના અમીત તેજને કારણે ગશાલક દ્વારા પ્રક્ષિપ્ત તેજેશ્યા એના પર અસર ન કરી શકી. એ ભગવાનની પ્રદક્ષિણા કરીને એકવાર ઊંચે ઊછળી અને ગોશાલકના શરીરને બાળતી, એના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ.
ગોશાલકે પિતાની જ તેજલેશ્યાથી પીડિત થઈ, ભગવાન મહાવીરને કહ્યું–કાશ્યપ! મારી આ તપ જન્ય તેલેશ્યાથી પરાભૂત અને પીડિત થઈને તું છ માસની અવધિમાં છદ્મસ્થ અવસ્થામાં જ મૃત્યુ પ્રાપ્ત કરશે.
ભગવાને કહ્યું – ગોશાલક ! હું તે હજી સેલ વર્ષ સુધી તીર્થંકર પર્યાયથી વિચરણ કરીશ પણ તું તારી તેજેલેશ્યાથી પ્રભાવિત તેમજ પીડિત થઈ સાત રાત્રિની અંદર જ છમસ્થ ભાવથી કાલ પ્રાપ્ત કરીશ.
તેજેશ્યાના વારંવારના પ્રવેગથી શાલક નિસ્તેજ થઈ ગયે, એનું તપસ્તેજ એ જ વખતે ઘાતક સિદ્ધ થયું. ભગવાન મહાવિરે નિગ્રંથને લાવ્યા અને કહ્યું–જેવી રીતે તૃણ, કાઠ, પત્ર વગેરેનો ઢગલે અગ્નિથી બળી ગયા પછી નષ્ટ થઈ જાય છે, એ પ્રમાણે ગોશાલક પણ મારા વધને માટે તેજલેશ્યા કાઢયા પછી નષ્ટતેજ થઈ ગયા છે. હવે તમે એની સામે સહર્ષ એના મતનું ખંડન કરી શકે છે. વિસ્તૃત અર્થ પૂછી શકે છે, ધર્મ અંગે ચર્ચા-વિચારણા કરી શકે છે અને એને નિરુત્તર કરી શકે છે.
નિગ્રંથાએ એને વિવિધ પ્રકારના પ્રશ્ન કર્યા અને એને નિરુત્તર કરી દીધું. ગોશાલકને ખૂબ ગુસ્સો ચઢશે પરંતુ નિર્ચને કંઈપણ કષ્ટ આપી શક્યો નહીં. અનેક આજીવક સ્થવિર અસંતુષ્ટ થઈને એના સંઘમાંથી અલગ થઈ ગયા અને ભગવાન મહાવીરના સંઘમાં ભળ્યા તથા સાધનામાં તલ્લીન થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org