________________
૫૫૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અને તે દરરોજ એક એક પત્ની અને શય્યાને ત્યાગ કરી રહ્યો છે.'
ધન્નાએ કહ્યું–તારે ભાઈ ખૂબ કાયર છે. જે દીક્ષા જ લેવી છે, તે પછી એક એક પત્નીને ત્યાગ કેમ? એ સાંભળીને સુભદ્રાનું સ્વાભિમાન જાગૃત થઈ ગયું. એને એમ લાગ્યું કે મારા ભાઈના ત્યાગની પ્રશંસા કરવાને બદલે એના પર વ્યંગ છે. એણે તે જ પળે કહ્યું. પતિદેવ, કહેવું બહુ સરલ હોય છે, પણ કરવું ખૂબ અઘરું હોય છે. આપ પણ એવું કરે તે ખ્યાલ આવે.'
પત્નીનું શબ્દબાણ ધનાના કલેજામાં લાગી ગયું. તે સ્નાનપીઠથી એકાએક ઊઠયો. લે, હું પણ ચાલ્યો. તમે બધાં દૂર હટી જાવ. હું તમારો ત્યાગ કરી ચૂક્યો છું. પત્નીઓ જોતી જ રહી ગઈ એમણે અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અન્ય કુટુંબીજાએ પણ ખૂબ પ્રયત્ન કર્યો, પણ બધાં અસલ રહ્યાં. ધન્ના શાલિભદ્રના ઘેર પહોંચ્યા. અને એને મળીને કહ્યું આ શું કાયરતા છે. ચાલે આપણે બે સાળા-બનેવી હમણાં જ ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષિત થઈશું. ભગવાન મહાવીર રાજગૃહ નગરની બહાર પધારી ગયા છે. શાલિભદ્ર પણ ધન્નાની વાત સાંભળીને તૈયાર થઈ ગયું. એણે બાકીની પત્નીઓને એકસાથે ત્યાગ કરી દીધે. માતાની અનુમતિ તે એણે અગાઉ મેળવી લીધી હતી. બન્ને ભગવાનને ના સમવસરણમાં પહોંચી ગયા અને દીક્ષા ગ્રહણ કરી.
૫. રાત્રિમQસા સા સ્નપયન્તી જ તે તવા |
कि रादिषीति तेनेाक्ता जगादेति सगद्गदम् ॥ व्रत गृहीतु मे भ्राता त्यजत्येकां दिने दिने । भार्या च तुलिकां चाह हेतुना तेन रोदामि ॥
-ત્રિષષ્ટિ ૧,૧૦, ૧૩૭-૧૩૮ १. सुकर चेद् व्रता नाथ क्रियते किं न हि स्वयम् । एवं सहासमन्याभिभार्यामिर्जगदेऽथ सः ।
-ત્રિષષ્ટિ ૧૦,૧૦,૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org